કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને જેલમાંથી કરાયો મુક્ત

ઉલ્લેખનીય છે કે મુંબઇમાં થયેલા અન્ના હજારેના આંદોલન દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ એક કાર્ટૂન બનાવ્યું હતું. આ કાર્ટૂનમાં રાષ્ટ્રીય પ્રતિક ત્રણ સિંહોની પ્રતિમાના સ્થાને વરૂનું માથું અને સત્યમેવ જયતેના સ્થાને ભ્રષ્ટમેવ જયતે લખ્યું હતું. પોલીસે અસીમ વિરોદ્ધ રાજદ્રોહ સિવાય આઇટી એક્ટ, રાષ્ટ્રીય ચિહ્ન એક્ટ અને સાઇબર ક્રાઇમ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આ અગાઉ મંગળવારે ચીફ જસ્ટિસ મોહિત શાહ અને જસ્ટિસ નિતિન જામદારની ખંડપીઠની સુનાવણી દરમિયાન પોલીસને આદેશ કર્યો હતો કે એક કલાકની અંદરની પોતાના ઉપરી અધિકારીને પૂછીને જણાવે કે અસીમને કસ્ટડી શી જરૂરિયાત છે. ત્યારબાદ કોર્ટે અસીમને પાંચ હજારના જામીન પર છોડી મૂક્યા હતા. કોર્ટે મુંબઇના વકીલ સંસ્કાર મરાઠેની જનહિત દરખાસ્ત પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો.
મરાઠેએ પોતાની દરખાસ્તમાં કહ્યું હતું કે અસીમની ધરપકડ ગેરકાનૂની છે. કોર્ટ અસીમ પર દેશદ્રોહના આરોપના મુદ્દે 17 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. અસીમે જામીન અરજી આપવાની ના પાડી દિધી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાર સુધી સરકાર તેમના પર લાગેલા દેશદ્રોહના આરોપોને પાછા ખેંચશે નહી ત્યાં સુધી તે જામીન માટે અરજી કરશે નહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
