અમિત શાહ સાથેની બેઠક બાજ ભાજપે કહ્યું, એક્ઝિટ પોલનું ગણીત ઠીક નથી
અમિત શાહ સાથેની બેઠક બાજ ભાજપે કહ્યું, એક્ઝિટ પોલનું ગણીત ઠીક નથી
નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે અને તમામ એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીની સ્પષ્ટ જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીના સાંસદો સહિત પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક બોલાવી. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા. બેઠક બાદ પાર્ટીના સાંસદ મીનાક્ષી લેખીએ જાણકારી આપતા જણાવ્યું કે બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ. એક્ઝિટ પોલ્સ પર પણ ચર્ચા થઈ. તેમણે જણાવ્યું કે અમિત શાહે બેઠકમાં કહ્યું કે એક્ઝિટ પોલ વાસ્તવિક નથી હોતા અને તે અગાઉ પણ ખોટા થતા રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક્ઝિટ પોલનું ગણિત ઠીક નથી. આ આંકડા 4-5 વાગ્યા સુધીના છે. અમારા વોટર આરામથી નિકળ્યા અને સાંજ સુધી વોટિંગ કરતા રહ્યા. તેમણએ કહ્યું કે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ કાર્યકર્તાઓએ શાહને કહ્યું કે તેઓ માયૂસ ના થાય, મતગણતરી વાળા દિવસે માલૂમ પડી જશે.

મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતિથી જીત મળી રહી છે. ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ દિલ્હીની 70 સીટમાંથી આમ આદમી પાર્ટીને 44 મળી શકે છે જ્યારે ભાજપને 26 સીટ મળવાનું અનુમાન છે. ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 47 સીટ મળી રહી છે જ્યારે ભાજપને 23 ીટ ળી રહી છે. જ્યારે ટીવી9 ભારતવર્ષ સિસેરોના એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીને 53-64 સીટ મળી રહી છે જ્યારે ભાજપને 6-16 સીટ મળી રહી છે તો કોંગ્રેસને 0-2 સીટ મળવાનું અનુમાન છે.
અગાઉ શનિવારે સાંજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા સમાપ્ત થઈ. ચૂંટણી પંચ મુજબ દિલ્હીમાં 57 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
