વિવાદાસ્પદ બ્યૂટી કૉન્ટેસ્ટ પોસ્ટર મુદ્દે કેબિનેટ મંત્રી બલજીત કૌરે આપ્યા તપાસના આદેશ, 2ની ધરપકડ
પંજાબ સરકારે શુક્રવારે ભટિંડામાં એક વિવાદાસ્પદ સૌંદર્ય સ્પર્ધાની જાહેરાતની તપાસનો આદેશ આપ્યો છે.
ચંદીગઢઃ પંજાબ સરકારે શુક્રવારે ભટિંડામાં એક વિવાદાસ્પદ સૌંદર્ય સ્પર્ધાની જાહેરાતની તપાસનો આદેશ આપ્યો છે. જેમાં કેનેડામાં સ્થાયી થયેલા વરને એક જાતિ વિશેષની યુવતીઓની ઑફર કરવામાં આવી હતી. આવી હરીફાઈની જાહેરાત કરવા બદલ પોલિસે બે લોકો સામે ગુનો નોંધ્યો છે.

ભટિંડામાં એક એનઆરઆઈ દ્વારા એક ચોક્કસ જાતિ વિશેષની છોકરી સાથે લગ્ન કરવા માટે ફ્લેક્સ લગાવવા બાબતે સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. બલજીત કૌરે નોંધ લીધી હતી અને ત્વરિત કાર્યવાહી કરીને પોલીસે કેસ નોંધીને ફ્લેક્સ લગાવનાર લોકોની ધરપકડ કરી છે. કેબિનેટ મંત્રીએ કહ્યુ કે તેમને ભટિંડામાં લગાવવામાં આવેલા આ જાહેરાત અંગે સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી.
તેમણે વધુમાં કહ્યુ કે આ કિસ્સો સુંદરતાના નામે મહિલાઓમાં ભેદભાવની લાગણી પેદા કરી રહ્યો છે અને સમાજમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપી રહ્યો છે. ડૉ. બલજીત કૌરે કહ્યુ કે ભટિંડામાં બનેલી ઘટના સામે રોષની નિશાની તરીકે તે શહેરમાં જાગૃતિ કૂચ કરશે, જેથી લોકોને મહિલાઓ પ્રત્યે યોગ્ય વલણ અપનાવવા માટે પ્રેરિત કરી શકાય. તેમણે કહ્યુ કે પંજાબીઓની વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છા પણ આવી ઘટનાઓને કારણે બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
