CAA: આ દેશોએ ભારત આવતા તેમના નાગરિકોને માટે એડવાઇઝરી બહાર પાડી
દેશમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિશે વિરોધ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે આ હિંસક વિરોધ વચ્ચે, ઘણા દેશો ભારતમાં આવતા તેમના નાગરિકોને ચેતવી રહ્યા છે.
દેશમાં સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિશે વિરોધ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે આ હિંસક વિરોધ વચ્ચે, ઘણા દેશો ભારતમાં આવતા તેમના નાગરિકોને ચેતવી રહ્યા છે.

આ દેશોએ જારી કરી એડવાઇઝરી
રશિયા અને અમેરિકા, કેનેડા, યુકે અને ઇઝરાઇલે ભારતમાં આવતા પોતાના નાગરિકોને ચેતવણી આપી સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. આ દેશો દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે નાગરિકોએ જ્યાં વિરોધીઓ હાજર હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ.

દોખાવો થતા હોય તેવા વિસ્તારમાં જવાનું ટાળો
ગત સપ્તાહે કેટલાક દેશો વતી નાગરિકોને સલાહ આપવામાં આવી છે. આ દેશોની યાદીમાં સિંગાપોરનું પણ નામ છે. નાગરિકોને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું હતું. સીએએ વિરtદ્ધ પ્રથમ દેખાવો દેશના પૂર્વોત્તર ભાગોમાં શરૂ થયા હતા અને તે ખૂબ હિંસક હતા. રશિયાના વિદેશ મંત્રાલયે ગુરુવારે ટ્વીટર પર આ એડવાઇઝરી રજુ કરી હતી. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'રશિયન નાગરિકો કે જે હાલમાં ભારતમાં છે અથવા આગામી દિવસોમાં ભારત જવાનું વિચારી રહ્યા છે, તેઓને જાગૃત રહેવાની સલાહ આપી છે અને તે ભાગોમાં જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે જે વિરોધીઓના નિયંત્રણમાં છે.

આસામ ન જવાની આપી સલાહ
14 ડિસેમ્બરના રોજ, યુએસ એમ્બેસી દ્વારા પણ તેના નાગરિકોને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું હતું. યુકે સરકારે ગયા અઠવાડિયામાં જ તેના નાગરિકો ભારત ન આવવાની સલાહ આપી હતી. તે જ સમયે, સિંગાપોર દ્વારા આવી જ સલાહ આપવામાં આવી હતી. 13 ડિસેમ્બરે, કેનેડાએ તેના નાગરિકોને અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં જવાનું ટાળવાનું કહ્યું. ભારતની નજીકના ઇઝરાઇલે પણ તેના નાગરિકોને ગયા અઠવાડિયે આસામ ન જવાની સલાહ આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
