મૌતની સાધના: ભગવાન પ્રગટ થશે અને બધાને બચાવી લેશે
દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત સાથે જોડાયેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે.
દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત સાથે જોડાયેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમા એક જ પરિવારના 11 લોકોના મોતથી સહુ કોઈ શોકમાં છે. મૃતકોમાં સાત મહિલાઓ અને બે બાળકો પણ શામેલ છે. શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે મૌતની સાધના કરવામાં આવી હતી. ઘરમાં મળી આવેલા રજીસ્ટરમાં આ સાધના અંગે બધા જ નિયમો લખ્યા હતા. ભગવાનને પ્રગટ કરવાના નિયમો ફોલો કરવામાં બધા જ માર્યા ગયા. રજીસ્ટરમાં લખ્યું હતું કે બધા જ ફાંસી લગાવશે તો ભગવાન પ્રગટ થઈને તેમને બચાવી લેશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સાધનાની પ્લાંનિંગ લલિત અને ભૂપી બંને ભાઈઓ ઘ્વારા કરવામાં આવી હતી.

સાધના માટે શનિવારનો દિવસ પસંદ કર્યો
રજીસ્ટરમાં લખ્યું હતું કે સાધના મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર કોઈ પણ દિવસે કરી શકાય છે. શનિવારને સૌથી સારો દિવસ માનવામાં આવ્યો છે અને રજીસ્ટરમાં લખ્યું છે કે તે સૌથી ઉચિત દિવસ છે. પોલીસનું હાલનું માનવું છે કે રજીસ્ટરમાં લલિતની રાઇટિંગ છે.

રાત્રે 1 વાગ્યા પછી સાધના
રજીસ્ટરમાં લખ્યું હતું કે શનિવારે રાત્રે 1 વાગ્યા પછી સાધના કરવામાં આવશે. સાધના પહેલા નાહવાનું નથી, ફક્ત હાથ અને પગ ધોઈને બેસવાનું છે. ત્યારપછી બધા પોતાના હાથ અને પગ જાતે બાંધશે. વૃદ્ધ માતા વિશે જણાવવામાં આવ્યું કે સાધના માટે તેઓ સ્ટૂલ પર નહીં ચઢી શકે અને વધારે સમય ઉભા પણ નહીં રહી શકે. એટલા માટે તેમની સાધના બીજા રૂમમાં થશે.

બધા મોબાઈલ મંદિર પાસે રાખો
સાધના પહેલા બધાએ મોબાઈલ સાઇલેન્ટ મોડમાં રાખીને મંદિર પાસે મૂકી દીધા. સાધના સમયે ગળામાં બાંધવા માટે કોણે કઈ ચુનરીનો ઉપયોગ કરવાનો છે તેના વિશે પણ રજીસ્ટરમાં લખ્યું હતું. સાધના સમયે કોઈને પણ ચહેરા પર ડર નહીં હોવો જોઈએ એટલા માટે આંખ અને કાન બંધ કરવા પડશે. મોક્ષ મેળવવા માટે જીવન ત્યાગનું કષ્ટ સહન કરવું પડશે. રજીસ્ટરમાં લખ્યું હતું કે બધા જ લોકો ફાંસી લગાવી લેશે તો ભગવાન પ્રગટ થશે અને બધાને બચાવી લેશે.

જેવુ રજિસ્ટરમાં લખ્યુ છે તેવી જ હાલત
પોલિસ અધિકારીઓનું કહેવુ છે કે ઘટના સ્થળેથી જે રજિસ્ટર મળ્યુ છે તેમાં એ પણ લખ્યુ છે કે મોઢા પર ટેપ કેવી રીતે લગાવવાની છે. કાનોમાં રૂ કેવી રીતે લગાવવાનું છે. મોઢા પર રૂમાલ કેવી રીતે બાંધવાનો છે. ત્યારબાદ શું શું કરવાનું છે. બધુ રજિસ્ટરમાં લખ્યુ છે. પોલિસનું કહેવુ છે કે જે રીતે વાતો રજિસ્ટરમા લખી છે ઘટના સ્થળેથી તે જ હાલતમાં શબ મળ્યા છે. મૃતદેહો પાસે રૂ નું પેકેટ, ડૉક્ટર ટેપ અને સ્ટુલ મળી આવ્યા છે. ઘરનો આખો સામાન પોતાની જગ્યાએ જેમનો તેમ જ રાખેલો છે.

રવિવારે સવારે તે રીતે જ લટકતી મળી લાશો
વૃદ્ધ માતાની સાધના બીજા રૂમમાં કરાવવામાં આવી એટલે કે તેમને ગળું દબાવીને મારવામાં આવ્યા. બાકીના 10 લોકો ઘ્વારા ચુનરી અને સાડીના સહારે ફાંસી લગાવી. લલિત અને તેની પત્ની સિવાય બાકી બધાના હાથ અને પગ બંધાયેલા હતા. પોલીસનું કહેવું છે કે લલિત અને તેની પત્નીએ બધાને ફાંસી પર લટકાવ્યા અને પછી જાતે પણ ફાંસી પર લટકી ગયા. બની શકે છે કે સાધનાની આડમાં કોઈ મોટું ષડયંત્ર રચાયું હોય. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.

આત્મહત્યા કહીને મામલો દબાવવાની કોશિશ
પોલીસની શરૂઆતી તપાસમાં એવું દેખાઈ રહ્યું છે કે લલિતે સૌથી છેલ્લે ટીના સાથે ફાંસી લગાવી. તો શુ આ બધું તેને જ નક્કી કર્યું હતું? કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે નારાયણ દેવીનું ગળું પણ લલિતે દબાવ્યું હતું. પરંતુ હજુ સુધી તેની કોઈ પણ પુષ્ટિ થઇ નથી. બીજી બાજુ નારાયણ દેવીની દીકરી સુજાતા ઘ્વારા મીડિયાને એક અલગ જ કહાની જાણવા મળી છે. સુજાતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આત્મહત્યાનો મામલો બિલકુલ નિરાધાર છે. આખો મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
