Budget Session: બજેટ સત્ર માટે PM મોદી આજે કરશે સર્વપક્ષીય બેઠક, કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવી શકે છે વિપક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બજેટ સત્ર માટે શનિવારે (30 જાન્યુઆરી)એ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે.
Union Budget Session 2021 All-Party Meet Today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)સંસદના બજેટ સત્ર માટે શનિવારે (30 જાન્યુઆરી)એ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે. પીએમ મોદી બેઠકમાં સરકારનો એજન્ડા રજૂ કરશે. આ વખતે આ સર્વપક્ષીય બેઠક બજેટ સત્ર શરૂ થયા બાદ આયોજિત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આ પ્રકારની બેઠકો સંસદના સત્રથી પહેલા થાય છે. શુક્રવારે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે સંસદનુ બજેટ સત્ર શરૂ થયુ. આ બેઠકમાં વિપક્ષ કૃષિ કાયદા અને ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવી શકે છે. દિલ્લીની અલગ અલગ સીમાઓ પર છેલ્લા બે મહિનાથી ખેડૂત કેન્દ્ર સરકારના લાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

જો કે શુક્રવારે બજેટ સત્રના પહેલા દિવસે વિપક્ષી પાર્ટીઓએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તરફથી બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ આના પર સરકારે કહ્યુ કે કૃષિ કાયદા અને ખેડૂત આંદોલનનો મુદ્દો રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઉઠાવવામાં આવી શકાય છે. જો કે આના માટે સભામાં બે, ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે બજેટ સત્રના પહેલા દિવસે અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા કૃષિ કાયદાઓનુ સમર્થન કર્યુ હતુ. રાષ્ટ્રપતિ કોવિંદે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓનુ સમર્થન કરીને તેને યોગ્ય ગણાવ્યા. આ સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 જાન્યુઆરીએ દિલ્લી અને લાલ કિલ્લા હિંસાની ઘટનાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. વળી, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે સાંસદોને સંસદનો ભરપૂર ઉપયોગ કરવા માટે કહ્યુ. પીએમ મોદીએ સાંસદોને લોકતંત્રની બધી મર્યાદાઓનુ પાલન કરીને ચર્ચાના માધ્યમથી જન આકાંક્ષાઓની પૂર્તિમાં યોગદાન આપવાનુ આહ્વાન કર્યુ.












Click it and Unblock the Notifications
