Budget 2024: મોદી સરકારનો મોટો નિર્ણય, સર્વાઇકલ કેન્સર રસીકરણની જાહેરાત
Budget 2024: આગામી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર 2.0 નું વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું હતું. નવા સંસદમાં બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આરોગ્ય વિભાગ બે મોટી જાહેરાત કરવામાં આવી છે.
કન્યાઓ અને કિશોરીઓના આરોગ્યને લગતી રસીકરણની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય નાણાં મંત્રીએ આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો અને સહાયકોને આરોગ્ય કવચ વધારવાની જાહેરાત કરી છે.

સર્વાઇકલ કેન્સર નિવારણ - નાણાં મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, તેઓ સર્વાઇકલ કેન્સરને રોકવા માટે 9-14 વર્ષની વયની છોકરીઓમાં રસીકરણને પ્રોત્સાહિત કરશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરો આયુષ્માન ભારત યોજનાના દાયરામાં આવશે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સર્વાઇકલ કેન્સરને રોકવા માટે પ્રયાસો કરવામાં આવશે અને આ માટે રસીકરણ કરવામાં આવશે. નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, મિશન ઈન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. 9 થી 14 વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.
આયુષ્માન યોજનાને આવરી લેવામાં આવશે - આશા વર્કર્સને પણ આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે. નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ માટે કમિટી બનાવશે. સંસદમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, તમામ આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, આપણે ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે, તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અમારી ટોચની પ્રાથમિકતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
