દિલ્હીમાં અરબપતિ ઉદ્યોગપતિ અને બસપા નેતાની હત્યા

પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બે વ્યક્તિઓ એક બીએમડબ્લ્યૂ કાર લઇને આવ્યા હતા અને 62 વર્ષીય ભારદ્રાજ સાથે વાતચીત કરી અને થોડીવાર બાદ તેમને ભારદ્વાજ પર ગોળી ચલાવી હતી. તેમને જણાવ્યું હતું કે સેનાના રિચર્સ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. પોસ્ટમોર્ટમ એમ્સમાં કરવામાં આવશે.
કહેવામાં આવે છે કે હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. હુમલાખોરો ફાર્મ હાઉસની બુકિંગ કરાવવાના બહાને આવ્યાં હતા. તેમના પરિવારે ગાર્ડસની લાપરવાહીના કારણે હુમલો થયો અને દિપકની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે.
ભારદ્વાજ રિયલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા હતા અને તેમને 2009ની લોકસભાની ચુંટણી બસપાની ટિકીટ પર લડ્યા હતા. તેમની સંપત્તિ 600 કરોડ રૂપિયાથી પણ વધારે છે.












Click it and Unblock the Notifications
