'કોંગ્રેસે પોતાની સરકારમાં જાતિ વસ્તી ગણતરી કેમ ના કરાવી', માયાવતીએ પૂછ્યા ધારદાર સવાલ, સપાને પણ ઘેર્યુ
Mayawati News: બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતી છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) પર તીક્ષ્ણ સવાલો ઉઠાવી રહ્યા છે. માયાવતીએ એસસી/એસટી અનામતમાં ક્રીમી લેયરથી લઈને જાતિ વસ્તી ગણતરી સુધીના સપા અને કોંગ્રેસના વલણ પર ફરીથી સવાલો ઉઠાવ્યા છે.
માયાવતીએ જનતાને કોંગ્રેસ અને સપાના બેવડા ચરિત્રથી સાવધાન રહેવાની પણ સલાહ આપી છે. માયાવતીએ એમ પણ કહ્યું છે કે બંધારણ સન્માન સમારોહનું આયોજન કરનાર કોંગ્રેસ પાર્ટીએ બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરને ભારત રત્નનો ખિતાબ પણ નથી આપ્યો. આંબેડકરના અનુયાયીઓ તેમને ક્યારેય માફ કરવાના નથી.

માયાવતીએ કહ્યું કે, "ગઈકાલે પ્રયાગરાજમાં બંધારણ સન્માન સમારોહનું આયોજન કરનાર કોંગ્રેસ પાર્ટીને બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના અનુયાયીઓ ક્યારેય માફ નહીં કરે, જેણે બંધારણના મુખ્ય ઘડવૈયા બાબા સાહેબને તેમના જીવનકાળ દરમિયાન કે મૃત્યુપર્યન્ત પણ ભારત રત્નનો ખિતાબ આપ્યો ન હતો.''
માયાવતીએ કહ્યું કે, "બાબા સાહેબના આંદોલનને જેમણે ગતિ આપી તેવા માનનીય શ્રી કાંશીરામજીના અવસાન પર, તે જ કોંગ્રેસે, કેન્દ્રમાં તેની સરકાર દરમિયાન, તેમના માનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો ન હતો અને સપા સરકારે પણ રાજ્યમાં શોક જાહેર કર્યો ન હતો. તેમની બેવડી વિચારસરણી, વર્તન અને ચારિત્ર્ય પ્રત્યે સજાગ રહો.''
જાતિની વસ્તી ગણતરી પર સવાલ ઉઠાવતા માયાવતીએ કહ્યું, "આ સિવાય કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે પહેલા કોંગ્રેસે તેની સરકારમાં રાષ્ટ્રીય જાતિની વસ્તી ગણતરી કેમ ન કરાવી? જેઓ હવે આ વિશે વાત કરી રહ્યા છે, તેઓ કૃપા કરીને જવાબ આપો? જ્યારે બસપા હંમેશા તેની તરફેણમાં રહી છે, કારણ કે નબળા વર્ગના હિતમાં તેનુ હોવુ ખૂબ મહત્વનું છે.''
માયાવતીએ એમ પણ કહ્યું, "આટલું જ નહીં, બંધારણ હેઠળ એસસી/એસટીને આપવામાં આવેલી અનામતમાં વર્ગીકરણ અને ક્રીમી લેયર દ્વારા તેને નિષ્પ્રભાવી બનાવવાના અને ખતમ કરવાના ચાલી રહેલા ષડયંત્રના વિરોધમાં કોંગ્રેસ, સપા અને બીજેપીનુ મૌન રહેવુ એ જ તેમનો દલિત પ્રેમ છે, સજાગ રહો.''
માયાવતીએ અંતમાં કહ્યું, "શું એસસી, એસટી અને ઓબીસી વર્ગોના હિતમાં આ અનામત વિરોધી પક્ષો જેમ કે સપા, કોંગ્રેસ વગેરે સાથે કોઈપણ ચૂંટણીમાં ગઠબંધન કરવું યોગ્ય રહેશે? આવું ચોક્કસપણે નહીં થાય, તેથી હવે તેઓએ પોતાની રીતે ઊભા રહેવું પડશે, આ જ સલાહ.''
2.साथ ही, बाबा साहेब की मूवमेन्ट को गति देने वाले मान्य. श्री कांशीराम जी का देहान्त होने पर इसी कांग्रेस ने केन्द्र में अपनी सरकार के रहते इनके सम्मान में एक दिन का भी राष्ट्रीय शोक तथा सपा सरकार ने भी राजकीय शोक घोषित नहीं किया। इनकी ऐसी दोगली सोच, चाल, चरित्र से जरूर सजग रहें।
— Mayawati (@Mayawati) August 25, 2024
4. इतना ही नहीं, संविधान के तहत् एससी/एसटी को मिले आरक्षण में अब वर्गीकरण व क्रीमीलेयर के जरिये, इसे निष्प्रभावी बनाने व खत्म करने की चल रही साजिश के विरोध में कांग्रेस, सपा व बीजेपी आदि का भी चुप्पी साधे रखना क्या यही इनका दलित प्रेम है, सचेत रहें।
— Mayawati (@Mayawati) August 25, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
