વિપક્ષી ગઠબંધનમાં શામેલ થઈ શકે છે બસપા, માયાવતીએ મૂકી આ શરત
દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી પક્ષ ભાજપ સહિત વિરોધ પક્ષોએ પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લખનઉ, 28 સપ્ટેમ્બર : દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી પક્ષ ભાજપ સહિત વિરોધ પક્ષોએ પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સવાલ એ ઉઠે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પક્ષોના કયા નેતા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવા તૈયાર છે? કારણ કે, કેટલાક વિરોધ પક્ષો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પીએમ પદના ઉમેદવાર તરીકે જોઈ રહ્યા છે અને કેટલાક નીતીશ કુમારને.

ગઠબંધનમાં જોડાવા માટેની શરત
આ દરમિયાન બસપાના રાષ્ટ્રીય પ્રવક્તા ધરમવીર ચૌધરીએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષીગઠબંધનમાં શામેલ થઈ શકે છે, પરંતુ શરત એ છે કે માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે.
તેમણે કહ્યુંકે, ગઠબંધનમાં જોડાવાનો કે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દેખાવાનો અંતિમ નિર્ણય બહેનજી (માયાવતી) લેશે. જોકે, તેમણે કહ્યું કે,વિરોધ પક્ષો પાસે માયાવતીના કદનો કોઈ મોટો નેતા નથી.

માયાવતીના કદના કોઈ મોટા નેતા નથીઃ ધરમવીર ચૌધરી
આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા સમયે ધરમવીર ચૌધરીએ જણાવ્યું હતું કે, જો વિરોધ પક્ષો આદરપૂર્વક BSP સાથે સંપર્ક કરેછે અને પાર્ટીના વડાને તેમનો એજન્ડા જણાવે છે, તો પાર્ટી તેમની સાથે ગઠબંધન કરવામાં કોઈ નુકસાન નહીં કરે. આ દરમિયાન તેમણેદાવો કર્યો કે, વિપક્ષી પાર્ટીઓ પાસે માયાવતીના કદનો કોઈ નેતા નથી. તેઓ એક મોટા ગજાના નેતા છે.

અખિલેશ સાથે ગઠબંધન પર કહી આ વાત
આવા સમયે, જ્યારે અખિલેશ યાદવ સાથે ગઠબંધનની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચૌધરીએ કહ્યું કે, માયાવતી અખિલેશ યાદવકરતા મોટી નેતા છે. તે ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે અખિલેશ માત્ર એક જ વખત આ પદ સંભાળી શક્યા છે.
માયાવતી મોટા દિલની વ્યક્તિ છે અને બીજાની ભૂલોને માફ કરે છે. જો અખિલેશ તેમને નેતા તરીકે સ્વીકારે છે, તો અમે તેમનું ફૂલથીસ્વાગત કરીશું.

TMC અને NCPની બેઠકમાં BSPને ન મળ્યું આમંત્રણ
ઉલ્લેખનીય છે કે, ટીએમસી અને એનસીપી દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં બસપાને બહાર રાખવામાં આવી હતી.જેમાં વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે નિર્ણય લેવાનો હતો.
માયાવતીએ પણ મીટિંગમાં ન બોલાવવા બદલ વિપક્ષના વર્તન પર ટ્વિટકરીને જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
