ગુરદાસપુરમાં BSFએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું
BSFની 113 બટાલિયનએ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ જગ્યાએ ડ્રોન પડ્યું હતું, ત્યાં બીએસએફ અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક BSFની 113 બટાલિયન દ્વારા રવિવારના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. ડ્રોન તોડી પડાયું હતું તે સ્થળે BSF અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
DIG પ્રભાકર જોશી દ્વારા આ અંગે જાણકારી આપવમાં આવી હતી. આ સાથે ડ્રોન સાથે મોકલાવવામાં આવેલા ડ્રગ્સ અને હથિયારોના મોટા જથ્થો મળવાની આશંકા સેવાઇ રહી છે. જોકે, આ વાતની ખરાઇ થઇ શકી નથી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, લગભગ 9.15 મિનિટે પેટ્રોલિંગ દરમિયાન BSFના કોન્સ્ટેબલ હેમરતે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઇ હતી. જે બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીએસએફની 113 બટાલિયનએ શનિવારે મોડી રાત્રે ઘનિયાના બાંગર બોર્ડર આઉટ પોસ્ટ પર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. જે જગ્યાએ ડ્રોન પડ્યું હતું, ત્યાં બીએસએફ અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) એ શનિવારના રોજ પંજાબના ગુરદાસપુર ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની દાણચોરો સાથેના એન્કાઉન્ટર પછી હેરોઈનના 20 પેકેટ અને હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. BSFની 113 બટાલિયનને શનિવારના રોજ ગુરુદાસપુર જિલ્લાના ખાસાવલી ગામ નજીક દાણચોરોની શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ પ્રભાકર જોશીએ ગુરદાસપુરમાં જણાવ્યું હતું કે, સવારે 5:30 કલાકે ગાઢ ધુમ્મસમાં પેટ્રોલિંગ કરતી વખતે BSFના એક કોન્સ્ટેબલે કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. જ્યારે તેઓએ દાણચોરોને પડકાર્યા તો તેઓએ પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ કર્યો હતો. બીએસએફ જવાનોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો. જોશીએ કહ્યું કે, પેટ્રોલિંગ કમાન્ડરની આગેવાની હેઠળની ટીમે પણ BSF જવાનોની મદદ કરી હતી. એન્કાઉન્ટર લાંબા સમય સુધી ચાલ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
