પંજાબ પોલીસે જપ્ત કરી શંકાસ્પદ પાકિસ્તાની બોટ, સર્ચ ઑપરેશન ચાલુ
ભારત-પાકિસ્તાનમાં વધી રહેલા તણાવ વચ્ચે બીએસએફએ રાવી નદી પર એક લાવારિસ પાકિસ્તાની બોટ જપ્ત કરી છે. પંજાબમાં બીએસએફને રાવી નદીના તોતા ગુરુ પોસ્ટ (ડેરા બાબા નાનક પોસ્ટ) પર એક લાવારિસ બોટ મળી છે. પંજાબ પોલીસ અને બીએસએફએ આ બોટને પોતાના કબ્જામાં લઇ લીધી છે.

હાલમાં બૉર્ડર અને આસપાસના ક્ષેત્રોમાં એલર્ટ જારી છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયર અને ઘૂસણખોરીની કોશિશો કરવામાં આવી રહી છે. આ બોટ મળ્યા બાદ તોતા ગુરુ પોસ્ટ પર પંજાબ પોલીસે સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ છે.
એડીજીપી લૉ એંડ ઑર્ડર હરદીપસિંહ ઢિલ્લોએ જણાવ્યું કે સુરક્ષા કારણોસર પંજાબ પોલીસે કેન્દ્ર સરકારને ચિટ્ઠી લખીને વધુ 15 કંપનીઓની માંગ પણ કરી છે. પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં આતંકવાદીઓ એક દિવસ પહેલા (3 ઑક્ટોબર) પણ કરાંચીથી બે શંકાસ્પદ બોટ ભારત તરફ રવાના થઇ હતી જેના ગુજરાત કે મહારાષ્ટ્ર સીમામાં પ્રવેશની આશંકા વચ્ચે ખૂફિયા એજંસીઓએ એલર્ટ જારી કરેલ છે.
આ પહેલા ગુજરાતમાં પણ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે જમીનના રસ્તે અસફળ થતાં પાકિસ્તાન તરફથી પાણીના રસ્તે ઘૂસણખોરી થઇ શકે છે. 18 સપ્ટેમ્બરે ઉરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો અને 29 સપ્ટેમ્બરે ભારતીય સેના દ્વારા પાક અધિક્રુત કાશ્મીરમાં કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇક બાદ સીમા પર સતત તણાવ ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી ભારત-પાક સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. સોમવારે પાકિસ્તાની સેનાએ સતત ફાયરિંગ કરતાં પૂંછ સેક્ટરમાં મોર્ટાર બોમ્બ ફેંક્યા હતા જેનાથી 3 લોકો ઘાયલ થયા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
