Breaking: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતાં પેટ્રોલના ભાવમાં રૂ. 9.5 અને ડીઝલના ભાવમાં રૂ. 7નો ઘટાડો
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે પેટ્રોલના ભાવમાં રૂ. 9.5નો ઘટાડો થશે, જ્યારે ઇંધણની કિંમતો પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં તીવ્ર ઘટાડાથી ડીઝલના ભાવમાં રૂ. 7નો ઘટાડો થશે.કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જાહેરાત કરી હતી કે પેટ્રોલના ભાવમાં રૂ. 9.5નો ઘટાડો થશે, જ્યારે ઇંધણની કિંમતો પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં તીવ્ર ઘટાડાથી ડીઝલના ભાવમાં રૂ. 7નો ઘટાડો થશે. કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે, "અમે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહ્યા છીએ. તેનાથી પેટ્રોલના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે."

નિર્મલા સિતારામને ટ્વીટ કરી આપી જાણકારી
શનિવારે સાંજે દેશવાસીઓને રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા છીએ. આનાથી પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. જોકે, તેનાથી સરકારની આવક પર વાર્ષિક 1 લાખ રૂપિયાની અસર પડશે.
|
આજ રાતથી લાગુ કરાશે નવા ભાવ
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ શનિવારે મધરાત 12 વાગ્યાથી લાગુ થશે. તાજેતરમાં પીએમ મોદીએ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે રાજ્યોને એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સલાહ આપી હતી. જો કે, ભૂતકાળમાં માત્ર કેટલાક રાજ્યોએ જ વેટમાં ઘટાડો કર્યો હતો. પરંતુ, અત્યારે મોટાભાગના રાજ્યોમાં વેટ વધારે છે. નિર્મલા સીતારમણે કહ્યું- અમે એ પણ અપેક્ષા રાખીએ છીએ કે જે રાજ્યોએ નવેમ્બર 2021થી કોઈ કાપ નથી કર્યો, તેઓ પણ સામાન્ય લોકોને થોડી રાહત આપશે.

મહારાષ્ટ્રમાં સૌથી મોંઘુ પેટ્રોલ
દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં 123.46 રૂપિયા પ્રતિ લિટર હતું, જ્યારે આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ 107.61 રૂપિયા પ્રતિ લિટર હતું. તે જ સમયે, પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલમાં 85.83 રૂપિયા પ્રતિ લિટર હતું.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
