અરૂણાચલ હેલિકોપ્ટર ક્રેશમાં બન્ને પાયલોટના મોત, લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સવાર હતા
આ ઘટના મંડાલા પાસે બની છે. હેલિકોપ્ટરના કાટમાળ અને પાયલોટના મૃતદેહ શોધવા ઓપરેશન શરૂ કરાયુ છે. આ ચિત્તા હેલિકોપ્ટરમાં લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સવાર હતા.

નવી દિલ્હી : ભારતીય સેનાનું વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. અરુણાચલ પ્રદેશમાં બનેલી આ ઘટનામાં સવાર બન્ને પાયલોટના મોત થયા છે. હેલિકોપ્ટર બોમડિલા નજીક ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. સૂત્રોએ અકસ્માતમાં બંને પાયલોટના મોતની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, ટેકઓફના થોડા સમય બાદ હેલિકોપ્ટર સવારે 9.15 વાગ્યે ક્રેશ થયું હતું.
આ ઘટના મંડાલા પાસે બની છે. હેલિકોપ્ટરના કાટમાળ અને પાયલોટના મૃતદેહ શોધવા ઓપરેશન શરૂ કરાયુ છે. આ ચિત્તા હેલિકોપ્ટરમાં લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સવાર હતા અને સેંગીથી મિસામારી જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે પાઈલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંત એ તરીકે થઈ છે. બીજી તરફ સેના કોર્ટે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટના મુદ્દે લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, હેલિકોપ્ટર બોમડિલા નજીક ઉડી રહ્યું હતું ત્યારે એટીસી સાથે સવારે 9.15 વાગ્યે તેનો સંપર્ક તૂટી ગયો હતો. મંડાલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સર્ચ પાર્ટી લોંચ કરાઈ છે. હેલિકોપ્ટરની શોધ માટે પાંચ સર્ચ પાર્ટી મોકલાઈ છે. આમાં ભારતીય સેના, એસએસબી અને આઈટીબીપીની ટીમ સામેલ છે.
બંગલાજાપ ગામ પાસે હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટનામાં પાયલોટ અને કો-પાઈલટનું મોત થયુ છે. આર્મીના ઈસ્ટર્ન કમાન્ડ કોલકાતા તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન સેલના પોલીસ અધિક્ષક રોહિત રાજબીર સિંહે જણાવ્યું કે, જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે જગ્યાએ મોબાઇલ કનેક્ટિવિટી નથી, હવામાન પણ ખરાબ છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી માત્ર 5 મીટર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
