કાળિયાર શિકાર કેસઃ કોર્ટની સલમાનને ફટકાર, કહી જામીન ફગાવવાની વાત
કાળિયાર શિકાર કેસમાં હાજર ન થવા પર ગુરુવારે જોધપુર કોર્ટે અભિનેતા સલમાન ખાન પર નારાજગી વ્યક્ત કરી છે.
કાળિયાર શિકાર કેસમાં હાજર ન થવા પર ગુરુવારે જોધપુર કોર્ટે અભિનેતા સલમાન ખાન પર નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે સલમાનના વકીલને કહ્યુ કે જો અભિનેતા આગામી સુનાવણી પર અદાલતમાં હાજર ન થયા તો તેમના જામીન ફગાવી દેવામાં આવશે. કાળિયાર શિકાર કેસમાં સલમાનને 4 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનુ હતુ પરંતુ તે હાજર થયા નહિ.

જોધપુર કોર્ટમાં સલમાનના વકીલ હસ્તીમક સારસ્વતે હાજરી માફી રજૂ કરી પરંતુ કોર્ટે આના પર નારાજગી વ્યક્ત કરીને ફટકાર લગાવી. કાળિયાર શિકાર કેસમાં સીજેએમ ગ્રામીણ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી જેમાં તે જામીન પર છે. સજા સામે સલમાને જિલ્લા તેમજ સેશન કોર્ટ જોધપુરમાં અરજી આપેલી છે. જેના પર સુનાવણી ચાલી રહી છે જેમાં ચાર જુલાઈની તારીખ હતી. સલમાન ગઈ ઘણી તારીખોથી અદાલતમાં હાજર થયા નથી.
ગયા વર્ષે પાંચ એપ્રિલે બે દશક જૂના કાળિયાર શિકાર કેસમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનને દોષી ગણીને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ સલમાને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. સાત એપ્રિલે જિલ્લા તેમજ સત્ર ન્યાયાલયે સલમાન ખાનને શરત સાથે જામીન આપી દીધા હતા. ત્યારબાદ કોર્ટમાં આ કેસમાં ચાલી રહ્યો છે. સલમાન ઘણા સમયથી કોર્ટમાં હાજરી માફી રજૂ કરતા આવ્યા છે. જેનાથી અદાલત નારાજ છે.












Click it and Unblock the Notifications
