ડીએમકે નેતાનો બીજેપી પર આકરો પ્રહાર, કહ્યું-બીજેપી માત્ર ગૌમુત્ર વાળા રાજ્યોમાં ચૂંટણી જીતે છે
હિન્દી બેલ્ટના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટી સફળતા મળી છે અને સરકાર બનાવવા જઈ રહી છે. હવે આ અંગે ડીએમતે સાંસદે વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ છેડ્યો છે.
ડીએમકે સાંસદ સેંથિલ કુમારે સંસદમાં આપેલા નિવેદન પર મોટો વિવાદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, બીજેપી માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જ ચૂંટણી જીતે છે.

તેમણે કહ્યું કે, આ બીજેપીની તાકાત મુખ્યત્વે હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ચૂંટણી જીતવાની છે, જેને આપણે સામાન્ય રીતે ગૌમૂત્ર રાજ્યો કહીએ છીએ. સેંથિલ કુમારે દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપની નિષ્ફળતાઓ પર આકરા પ્રહાર કર્યા.
તેમણે કહ્યું કે, આ દેશની જનતાએ વિચારવું જોઈએ કે આ બીજેપીની તાકાત માત્ર હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ચૂંટણી જીતવાની છે, જેને આપણે સામાન્ય રીતે ગૌમૂત્ર રાજ્યો કહીએ છીએ. આ પહેલીવાર નથી કે જ્યારે સેંથિલ કુમારે હિન્દી બેલ્ટના રાજ્યોને ગૌમૂત્રના રાજ્યો કહ્યા હોય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2022 પર બોલતી વખતે DMK સાંસદે ગૌમૂત્રશબ્દનો ઉપયોગ કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સંસદમાં એક વ્યક્તિ શું બોલે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી, આ તેમનું પોતાનું નિવેદન છે. અમે ગાય માતાનું સન્માન કરીએ છીએ, મારે આ અંગે કંઈ કહેવું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
