ગાંધીનગર જીત્યા બાદ AAP પર તૂટ્યા પાટિલ, બોલ્યા- જે ગરજ્યા તે વરસ્યા નહીં
રાજ્યમાં 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. વોર્ડ નંબર 7 (કોલવાડા, વાવોલ)માં સૌથી વધુ 66.93 ટકા મતદા
રાજ્યમાં 3 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથે ભાજપે બે પાલિકાઓ પર પણ કબ્જો મેળવી લીધો છે. વોર્ડ નંબર 7 (કોલવાડા, વાવોલ)માં સૌથી વધુ 66.93 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે વોર્ડ નંબર 5 (પંચદેવ)માં સૌથી ઓછા મતદાનની ટકાવારી નોંધાઇ હતી, જે 35.86 ટકા છે. ગાંધીનગર મનપામાં બીજેપીની જીત બદલ કમલમ ખાતે ઉજવણી કરાઇ રહી છે.

આ મામલા ભાજપના નેતાઓ તરફની નિવેદનો સામે આવ્યા છે. આ મામલે ભાજપના નેતા સીઆર પાટીલે આપ પર કટાક્ષ કર્યો છે. સીઆર પાટીલે કહ્યું કે જેઓ બહું ગરજ્યા તે વરસ્યા નહી. આ મામલે સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે સીઆર પાટીલે મને કહ્યું કે 3 સીટ ઓછી કેમ આવી. મારૂ માનવું છેકે બધાએ 182 પ્રમાણે ચાલવાનું છે. રાજેન્દ્ર ભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે જનતાને ભાજપ પર વિશ્વાસ હતો જેથી અમારી જીત થઇ છે. અમે કોરોનાના કપરા કાળમાં પણ લોકોની મદદ કરી જેથી લોકોએ અમારામાં વિશ્વાસ જતાવી અમને વિજયી બનાવ્યા છે.
ઉલ્લેખનિય છેકે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ટોટલ 44 સીટમાંથી બીજેપીએ 41 જીતી લીધી છે. આ ઉપરાંત કોંગ્રેસે 02 તથા આપને 01 સીટ પર જીત મળી છે. ઓખા નગરપાલિકાની કુલ 36 સીટમાંથી બીજેપીને 34 તથા કોંગ્રેસને 02માં જીત મળી છે. બનાસકાંઠાની કુલ 24 સીટમાંથી બીજેપીની 20 સીટ પર જીત તથા કોંગ્રેસને 04 સીટ પર જીત મેળવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
