દિલ્હીમાં સીએમ કેજરીવાલ સામે ચૂંટણી લડશે ભાજપના સુનીલ યાદવ
દિલ્હીમાં સીએમ કેજરીવાલ સામે ચૂંટણી લડશે ભાજપના સુનીલ યાદવ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા નવી દિલ્હી સીટની થઈ રહી છે. આ સીટ પર આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા છે. સીટને લઈ ભાજપે સુનીલ યાદવના નામનું એલાન કર્યું છે. જો કે મંગળવારે એવા અહેવાલ પણ આવ્યા હતા કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ યાદવને પોતાના ઘરે બોલાવ્યા છે અને આ સીટ પર ભાજપ પોતાનો ઉમેદવાર બદલી શકે છે. પરંતુ સુનીલ યાદવ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે આ અહેવાલોનું ખંડન કર્યું.

સુનીલ યાદવે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલે સુનીલ યાદવે કહ્યું કે પોતે જ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. તેના સ્થાને અન્ય કોઈના નામનું એલાન કરાઈ રહ્યું નથી. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્યામ જાજૂએ કહ્યું કે અમે ફેસલો લીધો છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સુનીલ યાદવ જ અમારા ઉમેદવાર રહેશે. અમે આશ્વસ્ત છીએ કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરશું.
|
નવી દિલ્હી સીટ પર પાછલી ચૂંટણીમાં કોને કેટલા વોટ મળ્યા
નવી દિલ્હી સીટ પર 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે જીત હાંસલ કરી હતી. તેમણે આ સીટ પર 31583 વોટના મોટા અંતરથી જીત હાંસલ કરી હતી. અરવિંદ કેજરીવાલને 57213 અને ભાજપના ઉમેદવાર નુપુર શર્માને 25630 વોટ મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર કિરણ વાલિયાને માત્ર 4781 વોટ જ મળ્યા હતા. અગાઉ 2013ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી સીટ પર દિલ્હીના તત્કાળિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને 25864 વોટના અંતરથી હરાવ્યા હતા. જ્યારે ભાજપે તે સમયે સીટ પર વિજેન્દ્ર ગુપ્તાને ટિકિટ આપી હતી, જેમને માત્ર 17952 વોટ મળી શક્યા હતા.

70માંથી 67 સીટ પર AAP જીતી
દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ ઘોષિત થશે. આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના કામના દમ પર જનતા પાસેથી વોટ માંગ્યા છે. પાર્ટીને ઉમ્મીદ છે કે તેઓ પોતાની મફત યોજનાઓના દમ પર એકવાર ફરીથી જીત હાંસલ કરશે. અગાઉ 2015માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ પર જીત મેળવી હતી. જ્યારે ભાજપને માત્ર 3 સીટ જ મળી હતી અને કોંગ્રેસના હાથ માત્ર એક જ સીટ લાગી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
