ભાજપે સ્લોગનમાંથી મોદીનું નામ હટાવ્યું, 'અબકી બાર ભાજપ સરકાર..'
નવી દિલ્હી, 24 માર્ચ: ભારતીય જનતા પાર્ટીએ સોમવારે લોકસભા ચૂંટણીને પગલે પોતાના ચૂંટણી સ્લોગનને બદલી નાખ્યું છે. આ સ્લોગનમાંથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ભાજપનું નવું સ્લોગન 'અબકી બાર ભાજપ સરકાર' બની ગયું છે. ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે પાર્ટીના એક કાર્યક્રમમાં આ નવા સ્લોગનને જાહેર કર્યું. આ પહેલા ભાજપનું સ્લોગન 'અબકી બાર મોદી સરકાર' એવું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે વારાણસીમાં પોતાના સમર્થકો દ્વારા 'હર હર મોદી.. ઘર ઘર મોદી..'ના સ્લોગનથી પોતાને અગલ તારવતા જણાવ્યું હતું કે તે ભાજપનું સ્લોગન નથી પાર્ટીનું સ્લોગન તો 'અબકી બાર મોદી સરકાર' એવું છે. પાર્ટી પ્રવક્તા નર્મલા સીતારમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એ અમારા નોટિસમાં આવ્યું છે કે કેટલાંક ટેલિવિઝન ચેનલો પર ચર્ચા થઇ રહી છે કે 'હર હર મોદી..'વાળું સ્લોગન ભાજપનું સ્લોગન છે. તેમણે જણાવ્યું કે ભાજપનું સ્લોગન 'અબકી બાર મોદી સરકાર' એ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મીડિયા સાથે વાતચીત કરતા દ્વારકાપીઠે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે જણાવ્યું કે તેમના હિસાબે વ્યક્તિ વિશેષને ભગવાન માની લેવા જોઇએ નહી વ્યક્તિની પૂજા થવી જોઇએ. સ્વરૂપાનંદને આ વાત પર એતરાજ છે કે ભાજપ કાર્યકર્તાઓએ હર-હર મહાદેવ જેવા ધાર્મિક જયકારને બદલીને હર-હર મોદી કરીને ચૂંટણી શંખનાદ બનાવી દિધું છે. જ્યારે કાશી વિશ્વનાથ મંદીરના મહંત કુલપતિ તિવારીએ પણ સ્વરૂપાનંદની વાતનું સમર્થન કરતા જણાવ્યું છે કે 'હર હર મોદી'નું સૂત્રોચ્ચાર થવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે 'કાશીની કોઇ પણ જનતા હર હર મોદી ના કહે... તે ભગવાનનું અપમાન છે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
