બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યુ, જાણો કેમ?
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. રાજ્યસભા અધ્યક્ષ દ્વારા તેમનું રાજીનામું આપી દીધુ છે.
જેપી નડ્ડા 13 દિવસ પહેલા 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેમનો કાર્યકાળ થોડો સમય બાકી રહ્યો હતો.

જો કે નિયમો અનુસાર જો કોઈ સભ્ય અન્ય બેઠક પરથી ચૂંટાય તો તેણે 14 દિવસમાં જૂની બેઠક પરથી રાજીનામું આપવું પડે છે. તેથી નડ્ડાએ હિમાચલ પ્રદેશની સીટ પરથી રાજીનામું આપી દીધું છે.
રાજ્યસભાના બુલેટિનમાં જણાવાયુ છે કે, હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં તેમની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું 4 માર્ચે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે જેપી નડ્ડા એ 57 રાજ્યસભા સાંસદોમાંથી એક છે જેમનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આ પછી તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે.
આ વખતે ગુજરાત રાજ્યમાંથી ભાજપના ચાર સાંસદો રાજ્યસભામાં ચૂંટાયા છે. જેમાં પાર્ટી પ્રમુખ જે.પી.નડ્ડા, જસવંતસિંહ પરમાર, મયંક નાયક અને ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા 41 ઉમેદવારોમાં સામેલ હતા જેઓ તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યસભા ચૂંટણીમાં બિનહરીફ જીત્યા હતા. તેમને ગુજરાતમાંથી પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભાજપ અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ભાજપ જેપી નડ્ડાના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડી રહી છે. આ પહેલા અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
