કલ્યાણ સિંહને મળવા હોસ્પિટલે પહોંચ્યા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, CM યોગી પણ હાજર
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહની તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કલ્યાણ સિંહને મળવા પહોંચ્યા હતા. ત
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહની તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કલ્યાણ સિંહને મળવા પહોંચ્યા હતા. તેમણે કલ્યાણસિંહના સ્વાસ્થ્ય વિશે હાલ-ચાલ પુછી અને તબીબો પાસેથી તેમના સ્વાસ્થ્ય અપડેટ મેળવ્યા.

તેમણે કલ્યાણ સિંહને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતિત છે, ત્યારબાદ હું તેમને મળવા આવ્યો છું. જેપી નડ્ડા સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ, પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહ, મહામંત્રી સંગઠન સુનિલ બંસલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ તેમણે કહ્યું કે કલ્યાણ સિંહની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમની ઓળખવાની ક્ષમતામાં વધારો થયો છે.
BJP national president JP Nadda meets ailing former Chief Minister Kalyan Singh along with CM Yogi Adityanath. Visuals from inside PGI Hospital in Lucknow. pic.twitter.com/cgqAKlR3uI
— ANI UP (@ANINewsUP) July 8, 2021
જે.પી.નડ્ડા, ડોકટરોએ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી અને ડોકટરોની ટીમને તેના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ નજર રાખવા જણાવ્યું હતું. ડોક્ટરોએ કહ્યું કે કલ્યાણ સિંહની હાલતમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. સંક્રમણ પણ ઓછો થયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
