BJP President: ઉત્તર પ્રદેશના હશે બીજેપીના નવા અધ્યક્ષ? આ બે નેતાઓ સૌથી આગળ
ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. બિહાર ચૂંટણીના પરિણામો પછી નવા પ્રમુખ માટે પાર્ટીમાં ચહલપહલ તેજ બની છે. સૂત્રો અનુસાર, ભાજપ ડિસેમ્બર 2025 પહેલા ગમે ત્યારે પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે, જેમાં ઉત્તર પ્રદેશના નેતાની શક્યતા પ્રબળ મનાઈ રહી છે.
યુપીના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને રાજ્યસભા સાંસદ ડૉ. દિનેશ શર્મા આ બે નામો મુખ્ય ચર્ચામાં છે. બંને નેતાઓ સંગઠનમાં સક્રિય છે. જો ભાજપ યુપીમાંથી અધ્યક્ષ પસંદ કરે તો આ ચોથી વખત હશે જ્યારે આ રાજ્યનો કોઈ નેતા ભાજપનો સુકાની બનશે.

ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને વધુ મજબૂત કરવા માંગે છે. યુપી ભાજપનો સૌથી મોટો રાજકીય ગઢ હોવાથી અહીંથી અધ્યક્ષ બનવાથી સંગઠનની પકડ વધુ મજબૂત થાય છે. આથી પાર્ટી આ બે દાવેદારો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ માટે અગાઉ શિવરાજ સિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન જેવા OBC નામો ચર્ચામાં હતા. બિહાર ચૂંટણી બાદ સમીકરણો બદલાયા અને કેશવ પ્રસાદ મૌર્ય (OBC-કુશવાહ) નું નામ સૌથી આગળ આવ્યું, સાથે બ્રાહ્મણ સમાજના ડૉ. દિનેશ શર્મા પણ ઉભર્યા છે.
આ સ્પર્ધા ભાજપની જાતિ-સમીકરણ રણનીતિ પર નિર્ભર છે – OBC વિરુદ્ધ બ્રાહ્મણ. હાલ ભાજપનું ફોકસ OBC પર વધુ છે, જે તેમને રાષ્ટ્રવ્યાપી સંદેશ આપવામાં મદદરૂપ થઈ શકે છે.
કેશવ પ્રસાદ મૌર્ય ભાજપ-આરએસએસના જૂના કાર્યકર્તા કેશવ મૌર્યનો રાજકીય પ્રવાસ બજરંગ દળ અને આરએસએસથી શરૂ થયો હતો. તેઓ વિહિપના દિગ્ગજ ડૉ. અશોક સિંઘલના નજીકના મનાય છે. 2012માં સિરાથુથી ધારાસભ્ય, 2014માં ફૂલપુરથી સાંસદ બન્યા.
2017માં તેમના નેતૃત્વમાં ભાજપે 312 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો. ત્યારબાદ તેઓ યુપીના નાયબ મુખ્યપ્રધાન અને PWD મંત્રાલય સંભાળ્યું. ભાજપે તેમને પછાત વર્ગના સૌથી મોટા ચહેરા તરીકે પ્રસ્થાપિત કરી 2018માં OBC સંમેલનનું નેતૃત્વ પણ સોંપ્યું.
કુશવાહ (OBC) સમુદાયમાંથી આવતા કેશવ, યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ જેવા રાજ્યોમાં મોટી રાજકીય તાકાત ધરાવે છે. તેમણે તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાતો કરી, જેના બાદ તેમનું નામ વધુ ઉભર્યું.
2022માં સિરાથુ બેઠક હારવા છતાં તેમને નાયબ મુખ્યપ્રધાન પદે જાળવી રખાયા, જે તેમનું રાજકીય વજન દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ તેમને મહત્વની જવાબદારીઓ અપાઈ છે; જેમાં ભગવાન બુદ્ધનો અસ્થિ કલશ રશિયા મોકલવા, બિહાર અને 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સહ-પ્રભારી તરીકેની ભૂમિકાનો સમાવેશ થાય છે. આ સંકેતો ભાજપના OBC સંદેશને મજબૂત કરે છે.
ડૉ. દિનેશ શર્મા સંગઠન, સરકાર અને સંસદમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. તેઓ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે; તેમના પિતા કેદારનાથ શર્મા આરએસએસ અને જનસંઘ સાથે સંકળાયેલા હતા. લખનઉ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી પ્રોફેસર બન્યા, 20થી વધુ વિદ્યાર્થીઓને PhD કરાવી અને 6 પુસ્તકો લખ્યા.
તેમનો રાજકીય પ્રવાસ 1987માં ABVP લખનઉ અધ્યક્ષથી શરૂ થયો, ત્યારબાદ BJYM પ્રદેશ અધ્યક્ષ/રાષ્ટ્રીય યુવા આયોગ અધ્યક્ષ (1993-98), લખનઉના મેયર (2007-17), ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (2014), યુપીના નાયબ મુખ્યપ્રધાન (2017-22), રાજ્યસભા સદસ્ય (2023) અને મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી પ્રભારી (2024) તરીકેની ભૂમિકાઓ ભજવી.
ડૉ. દિનેશ શર્મા ભાજપમાં પ્રભાવી બ્રાહ્મણ ચહેરા તરીકે ઓળખાય છે, તેમની છબી શાંત, સંયમી અને સંગઠનના વિશ્વસનીય નેતાની છે. તેઓ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેના વિશ્વાસુ છે, તેમજ સંઘ અને ભાજપ વચ્ચે સુમેળની ઉત્તમ સમજ ધરાવે છે.
સંગઠનનો લાંબો અનુભવ અને ભાજપ કાર્યકરોમાં ઊંડી પકડ પણ તેમની દાવેદારીને બળ આપે છે. જો કે, ભાજપનું OBC પરનું વિશેષ ફોકસ તેમનો મુખ્ય પડકાર છે, જે અંતિમ નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
