મમતા બેનર્જીની પ્રશંસા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ગણાવી નિષ્ફળ, કહ્યુ - દરેક રીતે થઈ રહી છે ફેલ
ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવાર(25 નવેમ્બર)ના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવાર(25 નવેમ્બર)ના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે. સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે નરેન્દ્ર મોદી દરેક રીતે ફેઈલ થઈ રહી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે આ શાસન(મોદી સરકાર) લગભગ દરેક પાસાંમાં નિષ્ફળ રહી છે. સુબ્રમણ્યમ સ્વામીનુ આ નિવેદન પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જી સાથે મુલાકાતના બરાબર એક દિવસ બાદ સામે આવ્યુ છે. આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીની પ્રશંસા પણ કરી હતી.

'અર્થ વ્યવસ્થા હોય કે સીમા સુરક્ષા, દરેક ક્ષેત્રમાં નિષ્ફળ રહી મોદી સરકાર'
સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવાર(25 નવેમ્બર)ના રોજ ટ્વિટ કરીને એ કહ્યુ કે અર્થવ્યવસ્થા હોય કે સીમા સુરક્ષા, દરેક ક્ષેત્રમાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અફઘાનિસ્તાન સંકટમાંથી કેન્દ્રના વલણને અસફળ ગણાવ્યુ. તેમણે પેગાસસ ડેટા સુરક્ષા ઉલ્લંઘન માટે પણ કેન્દ્ર સરકારને દોષી ગણાવ્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ શેર કર્યુ મોદી સરકારનુ રિપોર્ટ કાર્ડ
સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે(15 નવેમ્બર)ના રોજ કરેલા પોતાના ટ્વિટમાં મોદી સરકારનુ રિપોર્ટ કાર્ડ શેર કર્યુ. જેમાં લખેલુ હતુ, 'મોદી સરકારનુ રિપોર્ટ કાર્ડ, અર્થવ્યવસ્થા - નિષ્ફળ, સીમા સુરક્ષા - નિષ્ફળ, વિદેશ નીતિ, અફઘાનિસ્તાન સંકટ, રાષ્ટ્રીય સુરક્ષા, પેગાસસ, એનએસઓ, આંતરિક સુરક્ષા, કાશ્મીર ઉદાસ બધામાં નિષ્ફળ છે.' ટ્વિટના અંતમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યુ, 'છેવટે આનુ જવાબદાર કોણ છે?'

સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીની કરી જોરદાર પ્રશંસા
સુબ્રમણ્યમ સ્વામીએ બુધવાર(24 નવેમ્બર)ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની જોરદાર પ્રશંસા કરી. સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીની તુલના જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પી વી નરસિંહરાવ જેવા રાજકીય દિગ્ગજો સાથે કરી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ, 'આ લોકોની કથની અને કરનીમાં ફરક નથી હોતો. ભારતીય રાજનીતિમાં આ એક દૂર્લભ ગુણ છે.'

શું ટીએમસીમાં શામેલ થવાના છે સુબ્રમણ્યમ સ્વામી
મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ એ આશા કરવામાં આવી રહી છે કે સુબ્રમણ્મય સ્વામી જલ્દી ટીએમસીમાં શામેલ થવાના છે. મમતા બેનર્જીની પ્રશંસા બાદ તો સોશિયલ મીડિયા પર લોકો સ્વામીના ટીએમસીમાં શામેલ થવાની અટકળો પણ લગાવી રહ્યા છે. ઘણા લોકોએ તો સુબ્રમણ્યમ સ્વામી પર કટાક્ષ કરીને તેમને ટીએમસીમાં શામેલ થવાના અભિનંદન પણ આપ્યા છે. જો કે સુબ્રમણ્યમ સ્વામીએ હજુ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. સુબ્રમણ્યમ સ્વામી અમુક મહિનાઓથી મોદી સરકારની ટીકા કરી રહ્યા છે.
Modi Government's Report Card:
— Subramanian Swamy (@Swamy39) November 24, 2021
Economy---FAIL
Border Security--FAIL
Foreign Policy --Afghanistan Fiasco
National Security ---Pegasus NSO
Internal Security---Kashmir Gloom
Who is responsible?--Subramanian Swamy
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
