BJP સાંસદ મહંત ચાંદનાથનું નિધન, PMએ શોક વ્યક્ત કર્યો
ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન, અલવરની બેઠક પરથી સાંસદ એવા, 61 વર્ષીય મહંત ચાંદનાથનું દિલ્હીની અપોલો હોસ્પિટલ ખાતે નિધન થયું હતું.
ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન, અલવરની બેઠક પરથી સાંસદ એવા, 61 વર્ષીય મહંત ચાંદનાથનું દિલ્હીની અપોલો હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. શનિવારે રાત્રે 12 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમના મૃત્યુ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વસુંધરા રાજે અને નાથ સંપ્રાદય સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. મહંત ચાંદનાથના મૃત્યુના શોકનું પાલન કરતાં પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવેલ તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ ટ્વીટ કરી મહંત ચાંદનાથના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો, તેમણે લખ્યું કે, પોતાના સમાજિક કાર્યોને કારણે મહંત ચાંદનાથને હંમેશા યાદ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. અલવરના સાંસદ મહંત ચાંદનાથનો અંતિમ સંસ્કાર કાર્યક્રમ રવિવારે સાંજે 4 વાગે રાખવામાં આવ્યો છે.
મહંત ચાંદનાથ વિશે...
- મંહત ચાંદનાથનો જન્મ 21 જૂન, 1956ના રોજ દિલ્હીના બેગમપુરમાં થયો હતો.
- તેમણે દિલ્હીની હિંદુ કોલેજમાંથી બીએ ઑનર્સનો અભ્યાસ કર્યા બાદ ડૉક્ટરેટની ડિગ્રી પણ લીધી હતી.
- મહંત ચાંદનાથ 18 વર્ષની ઉંમરે જ સાધુ બની ગયા હતા.
- 2014ની લોકસભા ચૂંટણીમાં મહંત ચાંદનાથે રાજસ્થાનની અલવર બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
