ભાજપ એમપી અને એમએલએનું એલાન, ઔરંગઝેબના હત્યારા આતંકીને મારનારાને 21 લાખનું ઈનામ
જમ્મુ કાશ્મીરમાં જાંબાઝ જવાન ઔરંગઝેબના આતંકવાદીઓએ જે રીતે પહેલા અપહરણ કર્યુ અને પછી નિર્દયતાથી તેની હત્યા કરી દીધી તેના કારણે લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં જાંબાઝ જવાન ઔરંગઝેબના આતંકવાદીઓએ જે રીતે પહેલા અપહરણ કર્યુ અને પછી નિર્દયતાથી તેની હત્યા કરી દીધી તેના કારણે લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઔરંગઝેબના પૈતૃક ગામમાં લોકોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે. ત્યાંના ભાજપ સાંસદ અને અકાલી દળના ધારાસભ્યએ તે આતંકીને મારનારાને ઈનામ આપવાની ઘોષણા કરી છે. જેણે કાયરની જેમ જવાનને ગોળીઓથી વીંધી દીધો હતો.

‘36 કલાકમાં મારીને તેમના પુત્રની મોતનો બદલો લો'
સાંસદ પરવેશ સિંહ સાહિબે ગુસ્સો દર્શાવતા પોતાના અને ધારાસભ્ય મનજિન્દર સિરસાની નોટ શેર કરી છે. તેમા લખ્યુ છે કે પાક આતંકીઓએ કાયરોની જેમ હરકત કરીને જાંબાઝ સૈનિકનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી. દેશ ક્યાં સુધી સહન કરશે. અમે શહીદ ઔરંગઝેબના પિતા અને ભાઈની લાગણીઓની કદર કરીએ છીએ જેમણે સેનાને કહ્યુ છે કે આતંકીઓને 36 કલાકમાં મારીને તેમના પુત્રની મોતનો બદલો લો. તેમણે એ પણ કહ્યુ કે જો સેના આતંકીઓને નહિ મારે તો તે પોતે પોતાની મોતનો બદલો લેશે. ઔરંગઝેબના હત્યારાને મારનારાને 21 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
|
આતંકીઓ દ્વારા જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ
આતંકીઓએ જવા ઔરંગઝેબનો એક વીડિયો જારી કર્યો હતો જેને જોઈને સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે ઔરંગઝેબના જીવ લેતા પહેલા તેને ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યો. આતંકીઓ દ્વારા જવાનનું અપહરણ અને હત્યા બાદ દેશભરમાં લોકોએ વિરોધ કર્યો હતો. વળી શહીદ થયા બાદ શનિવારે જ્યારે ઔરંગઝેબનો પાર્થિવ દેહ પુંછમાં સ્થિત તેમના પૈતૃક ગામમાં પહોંચ્યો તો તેમને અંતિમ વિદાય આપવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.

શહીદ ઔરંગઝેબના ભાઈએ પણ કરી બદલો લેવાની વાત
તમને જણાવી દઈએ કે ભારતીય સેનાની 23 મી રાષ્ટ્રીય રાઈફલ્મમાં ઔરંગઝેબ તૈનાત હતા અને તે હિઝબુલ કમાન્ડર સમીર ટાઈગરનું એનકાઉન્ટર કરનારી ટીમમાં પણ શામેલ હતા. શહાદત બાદ ઔરંગઝેબના ભાઈએ પ્રધાનમંત્રીને અપીલ કરતા કહ્યુ હતુ કે અમારા ભાઈના બદલે અમને સો આતંકી જોઈએ. જો ના આપી શકો તો કહી દો, અમે જાતે લઈ લઈશુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
