ભાજપ, મોદી મુસ્લિમોને રિઝવવા તૈયાર કરશે વિઝન ડોક્યુમેન્ટ

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવનાર લઘુમતી વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં અથવા સપ્ટેમ્બરના પ્રારંભમાં પક્ષના વરિષ્ઠ નેતાઓના હસ્તે કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટનું કેન્દ્ર બિંદુ 'આતંકવાદના નામ પર મુસ્લિમોને પીડા આપવાનુ બંધ કરો' છે. લઘુમતી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે પક્ષે પોતાના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીના વડપણમાં એક ટીમની રચના કરી છે.
આ ટીમમાં પક્ષના અનેક અન્ય પદાધિકારીઓ ઉપરાંત વિદ્વાનો અને લઘુમતી ધર્મગુરૂઓને પણ સામેલ કરવામા આવ્યા છે. સમિતિના વડા મુખ્તાર અબ્બાસ નકવીનું કહેવું છે કે વિરોધીઓએ ભાજપ અને તેના નેતાઓની છબી મુસ્લિમ વિરોધી બનાવી નાખી છે. આ સાચુ નથી. સત્ય બહાર લાવવા માટે વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ડોક્યુમેન્ટનું રાજ્યવાર વિમોચન થશે અને તેમા પક્ષના વરીષ્ઠ નેતાઓ સામેલ થશે.
આ ડોક્યુમેન્ટમાં મુસ્લિમો માટે ભાજપે લીધેલા સામાજીક અને આર્થિક વિકાસના પગલાઓ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યો લઘુમતીઓના વિકાસમાં કઈ રીતે કોંગ્રેસ કે મુસ્લિમોને ખોટી રીતે પંપાળતા રાજ્યથી આગળ છે તેની વિગત અપાશે. મુસ્લિમોના રાજનીતિક સશક્તિકરણ અને રાજનિતીક સુરક્ષાનુ વિઝન પણ ભાજપ બતાવશે.
ડોક્યુમેન્ટનું વિમોચન થયા બાદ ભાજપના કાર્યકરો મુસ્લિમ વિસ્તારમા જઈને નરેન્દ્ર મોદી પ્રત્યે વિશ્વાસ મત મેળવવાના પ્રયાસ કરશે. ગુજરાતની પંચાયત અને મ્યુ. ચૂંટણીઓમાં કેટલી મોટી સંખ્યામાં લઘુમતી લોકો સામેલ છે તેની વિગતો અપાશે. આ વિઝન ડોક્યુમેન્ટ થકી મોદી પ્રત્યે લઘુમતીઓમાં વિશ્વાસ ઉભો કરાશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
