BJP MLA સુરેન્દ્ર સિંહનો અખિલેશને પડકાર, કહ્યું - મારી સામે ચૂંટણી લડો, 1 લાખ વોટથી હરાવીશ
ભારતીય જનતા પાર્ટીના બૈરિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અવારનવાર પોતાના નિવેદનોને લઈને મીડિયાની હેડલાઈન્સમાં રહે છે. તાજેતરના નિવેદનને કારણે બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે.
બલિયા : ભારતીય જનતા પાર્ટીના બૈરિયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ અવારનવાર પોતાના નિવેદનોને લઈને મીડિયાની હેડલાઈન્સમાં રહે છે. તાજેતરના નિવેદનને કારણે બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં સુરેન્દ્ર સિંહે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવને તેમના વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર આપ્યો છે.
સુરેન્દ્ર સિંહે કહ્યું કે, જો SP ચીફ બૈરિયા સીટ પરથી 2022ની વિધાનસભા ચૂંટણી લડશે, તો તેઓ તેમને એક લાખ વોટથી હરાવી દેશે. જો તેઓ ચૂંટણીમાં અખિલેશ યાદવને હરાવી નહીં શકે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. આ દરમિયાન બીજેપી ધારાસભ્યએ ખેડૂત નેતા અને BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતને પણ આડે હાથ લીધા હતા. ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું કે, રાકેશ ટિકૈત ખેડૂત નેતા નથી, તે શુદ્ધ ડાકુ છે.

રાકેશ ટિકૈત ખેડૂત નેતા નથી, તે શુદ્ધ ડાકુ છે
ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જિલ્લા મુખ્યાલય પર ભારતીય જનતા કિસાન મોરચા દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી દરમિયાન પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
જ્યારેભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહને મીડિયા દ્વારા ધરણા પર બેઠેલા ખેડૂત નેતા વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જવાબ આપતા કહ્યું કે, હકીકતમાં તેઓ ખેડૂતનેતા નથી, રાકેશ ટિકૈત શુદ્ધ ડાકુ છે, બિઝનેસમેન છે, જુલમી વેપારી છે. જે છ પેટ્રોલ પંપ ચલાવે છે, તેમ છતાં કહે છે કે, તે એક ખેડૂત છે.

ટિકૈત 'ફંડિંગ'ના કારણે જ રાજનીતિ કરી રહ્યા છે
રાકેશ ટિકૈત ખેડૂત નથી, ખેડૂતના નામે સોદાબાજી કરવી એ તો બેઈમાની છે અને જે બેઈમાન આવી સોદાબાજી કરે છે, તેની નિંદા થવી જોઈએ. એટલું જ નહીં સુરેન્દ્રસિંહે આરોપ લગાવ્યો કે, ટિકૈત માત્ર 'ફંડિંગ'ના કારણે રાજનીતિ કરી રહ્યા છે.
બીજેપી નેતાએ આરોપ લગાવ્યો કે, તેણે સપા અને કોંગ્રેસના ઈશારે ખેડૂતોને વિરોધ માટેતૈયાર કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ કાયદાને પાછો ખેંચી લીધા બાદ હવે ખેડૂતોના આંદોલન કરવા પાછળ શું તર્ક છે.

મોદી આખી દુનિયાને પોતાનો પરિવાર માને છે
ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, લોકોની ભાવનાઓને માન આપતાં સંસદે પણ મંગળવારના રોજ આ કાયદાઓને પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.
તેમણેકહ્યું કે, અખિલેશ યાદવ અને રાકેશ ટિકૈત ઈમાનદાર નથી. તેઓ પીએમ મોદી અને સીએમ યોગીની સામે ક્યાંય ટકી શકતા નથી. મોદી આખી દુનિયાને પોતાનોપરિવાર માને છે.
બીજી તરફ અખિલેશ યાદવ માટે પોતાનો પરિવાર જ તેમની દુનિયા છે. જે પોતાના પરિવારને દુનિયા માને છે તે પ્રામાણિક ન હોય શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
