ભાજપ ધારાસભ્ય રાજા સિંહે મોહમ્મદ પેગમ્બર પર કરી વિવાદિત ટિપ્પણી, વિરોધ-પ્રદર્શન બાદ ધરપકડ
ભાજપ ધારાસભ્ય રાજા સિંહની આજે મોહમ્મદ પેગમ્બર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી.
તેલંગાનાઃ ભાજપ ધારાસભ્ય રાજા સિંહની આજે મોહમ્મદ પેગમ્બર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી. હૈદરાબાદ દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પી સાઈ ચૈતન્યએ જણાવ્યુ હતુ કે ધાર્મિક આસ્થાના અપમાન સંબંધિત કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ પેગમ્બર પર નુપુર શર્મા બાદ હવે તેલંગાણાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ટી રાજા સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. ટી રાજા સિંહ પયગંબર મોહમ્મદ પરના નિવેદન બાદ ચર્ચામાં આવ્યા છે. 22 ઓગસ્ટની મોડી સાંજે તેલંગાણાના દક્ષિણ ઝોનમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા હતા. વિરોધ અને લોકોની નારાજગીને જોતા દક્ષિણ ઝોન પોલીસે તેની વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે પયગંબર મુહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ દબીરપુર, ભવાની નગર, રેનબજાર, મીરચોક પોલીસ સ્ટેશનમાં મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ડીસીપી સાઉથ ઝોન પી.સાઈ ચૈતન્યએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે ધારાસભ્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
તેમણે કહ્યુ કે આ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ભાજપના ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ કાર્યવાહી છે. પોલીસે તેની સામે કલમ 295 (A), 153 (A) અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જો કે વિરોધ કર્યા બાદ લોકોએ કહ્યું કે ધારાસભ્ય રાજા સિંહની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. પરંતુ પોલીસ અને પ્રશાસને કોઈક રીતે લોકોને શાંત કર્યા અને પાછા મોકલી દીધા હતા. અહેવાલો અનુસાર ભાજપના ધારાસભ્ય ટી રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેમણે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જ તેમની સામે વિરોધ શરૂ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યએ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેની માતા પર પણ ટિપ્પણી કરી હતી. તમને જણાવી દઈએ કે ટી રાજા સિંહ હૈદરાબાદના ગોશામહલથી ભાજપના ધારાસભ્ય છે. ઘણીવાર તે પોતાના નિવેદનોને કારણે મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હોય. આ પહેલા પણ તે ઘણી વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
