‘બીફ ખાનારા નહેરુ, પંડિત નથી, નામ આગળ પંડિત લગાવવું બ્રાહ્મણોનું અપમાન'
હંમેશા પોતાના વિવાદિત નિવેદનોથી સમાચારોમાં છવાયેલા રહેતા ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ ફરીથી એક વાર વિવાદિત નિવેદન આપ્યુ છે.
મેશા પોતાના વિવાદિત નિવેદનોથી સમાચારોમાં છવાયેલા રહેતા ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ ફરીથી એક વાર વિવાદિત નિવેદન આપ્યુ છે. રાજસ્થાનના રામગઢના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ જવાહરલાલ નહેરુ અંગે વિવાદિત ટિપ્પણી કરી અને કહ્યુ કે નહેરુની આગળ પંડિત લગાવવુ બ્રાહ્મણોનું અપમાન છે. ભાજપ ધારાસભ્યએ કહ્યુ કે જે વ્યક્તિ ગાય અને સુઅર ખાતા હોય તે પંડિત કેવી રીતે હોઈ શકે?

તેમણે કહ્યુ કે નહેરુ બીફ અને સુઅરનું માંસ ખાતા હતા. ગાય જ્યાં હિંદુઓ માટે પવિત્ર છે ત્યાં સુઅરને મુસ્લિમ ખરાબ ગણે છે પરંતુ નહેરુએ કોઈને નથી છોડ્યા. ભાજપ ધારાસભ્ય આટલે જ ના રોકોયા તેમણે કહ્યુ કે કોંગ્રેસે જવાહરલાલ નહેરુના નામ આગળ પંડિત લગાવીને બ્રાહ્મણોને પોતાના પક્ષમાં જોડવાની કોશિશ કરી. પરંતુ તે બ્રાહ્મણોનું અપમાન છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસની પોલ હવે ખુલી ચૂકી છે અને હવે કોંગ્રેસનું દલિત કાર્ડ પણ ચાલવાનું નથી.
ભાજપ ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ કહ્યુ કે જાતિવાદનો ઝંડો કોંગ્રેસથી વધુ માયાવતી, અખિલેશ યાદવ અને ડીએમકે લઈને ચાલી રહ્યા છે. એવામાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં દલિતોએ કોંગ્રેસનો સાથે છોડી દીધો. લોકો કોંગ્રેસના જાતિવાદી ઝેરની રાજનીતિને સમજી ગયા છે. તેમણે કહ્યુ કે ગઈ ચૂંટણીમાં જેટલી સીટો કોંગ્રેસના ખાતામાં આવી હતી આ વખતે તેનાથી પણ ઓછી મળશે.
#WATCH: BJP MLA Gyan Dev Ahuja says, "Nehru was not a Pandit. One who ate beef and pork, cannot be a Pandit". (10.08.18) pic.twitter.com/faltELOAgr
— ANI (@ANI) August 11, 2018
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
