જયારે મુસ્લિમો ભેગા થઈને કોંગ્રેસને વોટ આપે છે તો હિંદુઓ ભાજપને વોટ આપે
રાજસ્થાનમાં થનાર વિધાનસભા ચૂંટણી અંગે માહોલ ગરમાઈ ચુક્યો છે. રાજનૈતિક દળોના નેતાઓ એકબીજા સામે વિવાદિત નિવેદનો આપી રહ્યા છે.
રાજસ્થાનમાં થનાર વિધાનસભા ચૂંટણી અંગે માહોલ ગરમાઈ ચુક્યો છે. રાજનૈતિક દળોના નેતાઓ એકબીજા સામે વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ધાર્મિક અને જાતીય સમીકરણો પણ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના સરકારના પંચાયતી મંત્રી ઘ્વારા હિંદુઓને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે.

બાંસવાડા સીટથી વિધાયક અને પંચાયતી રાજ મંત્રી ધન સિંહ રાવત ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજસ્થાનમાં જેટલા પણ હિંદુઓ છે, તેમને બધાએ ભેગા થઈને ભાજપને વોટ આપવો જોઈએ. જો કોંગ્રેસ સાથે જોડાઈને બધા જ મુસલમાનો એક સાથે કોંગ્રેસને વોટ આપી શકે છે તો બધા જ હિંદુઓ ભાજપ સાથે આવી શકે છે અને તેમને પ્રચંડ વોટોથી વિજય બનાવી શકે છે.
આ પણ વાંચો: રાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમે સમર્થકોને મોકલ્યો આવો મેસેજ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ધન સિંહ રાવત ફરી એકવાર ખુલ્લેઆમ ધ્રુવીકરણ કરવાની કોશિશ કરતા જોવા મળ્યા. આ પહેલીવાર નથી કે ધન સિંહ રાવત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા હોય. આ પહેલા પણ તેમને બાંસવાડામાં જિલ્લા પ્રશાશનના અધિકારીઓ સાથે બેઠકમાં એક અધિકારીને મરઘો બનાવવાની ચેતવણી આપી હતી. ત્યારપછી તેમની ઘણી ફજેતી પણ થઇ હતી.












Click it and Unblock the Notifications
