ભાજપના સંકલ્પ પત્ર vs કોંગ્રેસનું હમ નિભાએંગે
સંકલ્પ પત્ર જાહેર કરવાના સંબોધન ભાષણમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે આ સંકલ્પ પત્ર મોદીજીના નેતૃત્વમાં સંપૂર્ણ વિકાસનું લક્ષ્ય મેળવશે.
જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો. ભાજપે સંકલ્પ પત્ર (ઘોષણા પત્ર) જાહેર કરી દીધુ છે. સંકલ્પ પત્ર જાહેર કરવાના સંબોધન ભાષણમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે આ સંકલ્પ પત્ર મોદીજીના નેતૃત્વમાં સંપૂર્ણ વિકાસનું લક્ષ્ય મેળવશે. ગૃહમંત્રી રાજનાથ સિંહે કરોડો લોકોના મનની વાત આ સંકલ્પ પત્રમાં શામેલ હોવાની વાત કહી છે જેમાં 75 સંકલ્પોને 12 શ્રેણીઓમાં રાખવામાં આવ્યા છે. પહેલા કોંગ્રેસ પાર્ટીએ 'હમ નિભાએંગે' નામથી પોતાના ઘોષણા પત્ર જાહેર કર્યુ છે. 'અબ હોગા ન્યાય' પાર્ટીના ઘોષણા પત્રની થીમ છે. આમાં રોજગાર, ઉદ્યોગ, પાયાગત ઢાંચો, ગ્રામીણ વિકાસ, શહેર-શહેરીકરણ અને શહેર નીતિ, કૃષિ, ખેડૂત અને કૃષિ શ્રમિક, ન્યાય (લઘુત્તમ આવક યોજના) વગેરેને મહત્વ આપવામાં આવ્યુ છે અને પાર્ટી આ મુદ્દાઓ પર ફોકસ કરીને જનતા વચ્ચે ગઈ છે.

વચન નિભાવશે
આ ક્રમમાં તેમણે ખેડૂત બજેટ લાવવાની વાત કહી છે. સત્તામાં આવવા પર માર્ચ 2020 સુધી 22 લાખ સરકારી ખાલી પદેની ભરતી કરશે. મનરેગામાં 150 દિવસ કામની ગેરેન્ટી, શિક્ષણ પર બજેટના છ ટકા ખર્ચ કરવાની યોજના, મહિલાઓને નોકરીઓમાં 33 ટકા અનામત, યુવાનોને સ્ટાર્ટ અપ માટે 3 વર્ષ સુધી અનુમતિ નહિ લેવાની છૂટ, પદોન્નતિમાં અનામત માટે બંધારણમાં સુધારો, કલમ 370ને જાળવી રાખવાનું વચન, જીએસટીને વ્યવહારીક બનાવવી વગેરે આકર્ષક વાતો સમાયેલી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે તે પોતાનું વચન નિભાવશે અને ભારતની જનતાને કામ, દામ, સુશાસન, સ્વાભિમાન અને સમ્માન અપાવશે.

રાષ્ટ્રવાદનો મુદ્દો
વળી, ભાજપની શરૂઆતના 15 સંકલ્પમાં રાષ્ટ્રવાદનો મુદ્દો ચરમ પર છે. એક વાર ફરીથી ભાજપે રાષ્ટ્રવાદના મુદ્દાને ઉઠાવીને જનતા વચ્ચે જવાનું નક્કી કર્યુ છે. પહેલા ભાજપના નેતાઓના નિવેદન અને ભાષણથી એવુ લાગી રહ્યુ હતુ કે ભાજપ આ મુદ્દાને પ્રાથમિકતા આપશે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યુ છે કે તે અને તેમની પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દાને ક્યારેય નહિ છોડી શકે. કલમ 370 અને કલમ 35 એ માટે જનસંઘની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરાઈ છે. રામ મંદિરના મુદ્દા પર સંભાવના તપાસવાની વાત કહી છે. આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સ, સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન, 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની યોજના, ક્રેડિટ ગેરેન્ટી યોજના, ભારતમાલા 2.0 જેમાં બધી વસાહતોને ખુલ્લામાં શૌચ મુક્તનો દરજ્જો, 50 શહેરોમાં એક મજબૂત નેટવર્ક, માર્ગ નેટવર્ક વગેરે પરિયોજના શામેલ હોવાની વાત મુખ્ય રીતે શામેલ છે.

રાષ્ટ્રવાદના મુદ્દે આક્રમક
સૈનિકોનું કલ્યાણ, પોલિસ બળનું આધુનિકીકરણ, સ્વસ્થ ભારત, સાર્વજનિક સેવાઓની સમયબદ્ધ આપૂર્તિ, ઉદ્યમીઓને કોઈ સિક્યોરિટી વિના 50 લાખ સુધીની લોન, બધાના માટે શિક્ષણ, મહિલા સશક્તિકરણ, સમાવેશી વિકાસ, સમાન નાગરિક સંહિતા, પ્રવાસી ભારતીયો વચ્ચે પારસ્પરિક સંવાદને પ્રોત્સાહન આપવા માટે ‘ભારત ગૌરવ'ની શરૂઆત જેવા લોભામણા પોઈન્ટ પણ શામેલ છે. કુલ મળીને જોઈએ તો ભાજપનું સંકલ્પ પત્ર રાષ્ટ્રવાદના મુદ્દે આક્રમક છે. કોંગ્રેસની કલમ 370 પર ભાજપનો પલટવાર છે. જો કે ભાજપે પોતાના છેલ્લા 2014ના સંકલ્પ પત્રની વાત નથી કરી જેમાં આ મુદ્દાઓ સાથે કાળુ નાણુ, બેરોજગારી, ખેડૂતો વગેરે મુદ્દાઓ ત્યારે પણ મુખ્ય રીતે હતા. વળી, કોંગ્રેસે પોતાના આ ઘોષણાપત્રમાં સમાવેશી વિકાસની વાતની મહત્વ આપ્યુ છે. હવે જોવાનું એ રહેશે કે જનતાને ભાજપના આક્રમક ‘સંકલ્પ પત્ર' અને કોંગ્રેસના ઘોષણા પત્ર ‘હમ નિભાએંગે'માંથી કોણ પોતાની તરફ વધુ આકર્ષિત કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
