UP Elections: લખીમપુર ખેરીમાં 4 સીટ પર ભાજપ આગળ
UP Elections: લખીમપુર ખેરીમાં 4 સીટ પર ભાજપ આગળ
ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં મતદાન સંપન્ન થયા બાદ આજે 10 માર્ચના રોજ વહેલી સવારે 8 વાગ્યેથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ મતગણતરી કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

પોસ્ટલ બેલેટ પરની ગણતરી થઈ રહી છે અને લખીમપુર ખેરીની 4 સીટ પર ભાજપે લીડ મેળવી લીધી છે, જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી દરમિયાન લખીમપુર ખેરી ચર્ચાનો વિષય બન્યું હતું.
લખીમપુર ખેરી કેમ ફોકસમાં છે?
ગત ઓક્ટોબર મહિનામાં લખીમપુર ખેરીમાં થયેલ હુલ્લડોમાં 4 ખેડૂત સહિત 8 લોકોની હત્યા થઈ હતી. કથિત રીતે ભાજપના કાર્યકરોએ ખેડૂતો પર કાર ચડાવી દીધી હતી. આ કેસમાં પોલીસે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી અને ગયા મહિને તેને જામીન મળ્યા હતા.
ચૂંટણી કેમ્પેઈન દરમિયાન ભાજપને ખેડૂત વિરોધી દર્શાવવા માટેની કોંગ્રેસે એકેય કસર નહોતી છોડી.
આ તબક્કે તમામ આઠ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના યોગેશ વર્માએ સમાજવાદી પાર્ટીના ઉત્કર્શ વર્મા મધુરને 37,748 વોટથી માત આપી હતી.
આ વખતે જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર કુલ 65 ઉમેદવારો મેદાનમાં હતા. શાસક પક્ષ ભાજપ અને મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી બંનેએ 2017ના પોતાના પ્રતિસ્પર્ધીઓને જાળવી રાખ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
