વાજપેઇના ગઢ પર છે દિગ્ગજ નેતાઓની બાઝનજર!

ભાજપા સૂત્રોના જણાવ્યા અનુસાર અધ્યક્ષ રાજનાથ સિંહ પોતે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. રાજનાથના નજીકના સંબંધીઓની માનીએ તો તેમના નામની ચર્ચા આવવાની બાદથી અન્ય દાવેદારોના કાન ઉભા થઇ ગયા છે. તેમના સમર્થકો અનુસાર રાજનાથ સિંહ એકવાર મહોના સીટથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ હારની ખોટ પૂરી કરવા માટે કદાચ તેઓ લખનઉથી ચૂંટણી લડવા ઇચ્છે છે.
તેમના ઉપરાંત લખનઉથી વર્તમાન સાંસદ લાલજી ટંડન પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનો તર્ક છે કે ગઇ વખતે તેમને લોકસભા ચૂંટણીમાં વિજય મળ્યો હોવાથી તેમને અત્રેથી લડવા માટે ટીકિટ આપવી જોઇએ. કલરાજ મિશ્રએ પણ આ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે.
સૂત્ર એ પણ જણાવે છે કે વિકલ્પ તરીકે તેમણે કાનપૂર સંસદીય બેઠકની પણ પસંદગી કરી છે અને તેમણે કાનપૂરથી પોતાની ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપાના મોટા નેતા મુરલી મનોહર જોશી પણ પોતાની સંસદીય બેઠક બદલવાના મૂડમાં છે. તેમની નજર પણ વાજપેઇના આ ગઢ પર છે.
રાજનૈતિક વિશ્લેષક રાશિદ ખાને જણાવ્યું કે 'રાજનાથ સિંહ પર નિર્ભર છે કે તેઓ ક્યાંથી લડવા માંગે છે. જો તેઓ આ સીટ પરથી લડવાનું મન બનાવી ચૂક્યા હશે તો બાકી કોઇ ઉમેદવારોના નામનો કોઇ મતલબ રહેશે નહીં.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
