ચલણી નોટો પર લક્ષ્મીજી-ગણેશના ફોટો મુદ્દે બીજેપીનો કેજરીવાલ પર પલટવાર, જાણો શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે દિવાળીના તહેવાર વચ્ચે નવા વિવાદનો મધપુડો છેડ્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે, ચલણી નોટો પર મહાત્મા ગાંધી સાથે સાથે લક્ષ્મીજી-ગણેશજીની તસવીરો હોવી જોઈએ.
નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલે દિવાળીના તહેવાર વચ્ચે નવા વિવાદનો મધપુડો છેડ્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે, ચલણી નોટો પર મહાત્મા ગાંધી સાથે સાથે લક્ષ્મીજી-ગણેશજીની તસવીરો હોવી જોઈએ. હવે કેજરીવાલના આ નિવેદન મુદ્દે બીજેપીએ પલટવાર કર્યો છે. માત્ર બીજેપી જ નહીં કોંગ્રેસ પણ હમલાવર જોવા મળી છે. અહીં તમને જણાવી દઈએ કે, હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજોવા જઈ રહી છે ત્યારે કેજરીવાલે મોટો દાવ ખેલ્યો છે.

કેજરીવાલના નિવેદન પર પલટલાર કરતા બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, દિવાળી લક્ષ્મી અને ગણેશજીનો તહેવાર છે અને દિવાળી મનાવવા પર જેલમાં નાંખવાની ધમકી આપવા વાળો વ્યક્તિ કેવા પ્રકારનો યુ-ટર્ન લઈ રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ. પાત્રાએ આગળ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફ્રન્સ કરીને કહી રહ્યા હતા કે ભુલથી પણ દિવાળી મનાવી લીધી તો જેલમાં નાંખવામાં આવશે. આજે અચાનક લક્ષ્મીજી અને ગણેશજી વિશે બોલતા જોવા મળ્યા છે.
અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપ અને આરએસએસની બી ટીમ છે. તેને કોઈ સમજ નથી. આ વોટબેંકની રાજનીતિ છે. જો તે પાકિસ્તાન જાય તો તે પણ કહી શકે છે કે હું પાકિસ્તાની છું, તેથી મને મત આપો.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, તેમના મંત્રીઓ, ગુજરાતના વડાઓ અને નેતાઓએ હિંદુ દેવતાઓનું અપમાન કર્યું છે અને ઘણું કહ્યું છે અને તેમ છતાં તેઓ પાર્ટીમાં છે. તેઓ ચૂંટણીમાં ચહેરો બચાવવા માટે નવી રણનીતિઓ લઈને આવી રહ્યા છે. રામ મંદિર સામે વાંધો ઉઠાવનારાઓએ નવુ માસ્ક પહેરી લીધુ છે.
અહીં તમને જણાવી દઈએ કે, કેજરીવાલે કેન્દ્ર સરકાર અને પીએમ મોદીને ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધી સાથે શ્રી ગણેશ અને શ્રી લક્ષ્મીજીની તસવીર લગાવવા માંગ કરી હતી. હવે આ મુદ્દે રાજનીતિ તેજ થઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
