રાજસ્થાનઃ ભાજપે જાહેર કરી પાંચમી યાદી, સચિન પાયલટ સામે યૂનુસ ખાનને ઉતાર્યા
રાજસ્થાનઃ સચિન પાયલટ સામે ભાજપે યૂનુસ ખાનને ઉતાર્યા
નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પાંચમી યાદી જાહેર કરી દીધી છે. રાજસ્થાન સરકારમાં મંત્રી યૂનુસ ખાનને ટોંકથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. એટલે કે રાજસ્થાનમાં વધુ એક મુકાબલો રોચક સાબિત થશે જ્યાં યૂનુસ ખાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સીએમ કેન્ડિડેટની રેસમાં સામેલ સચિન પાયલટની સામે ચૂંટણી મેદાનમાં ઉતારશે.

સચિન પાયલટ સામે યૂનુસ ખાન
યૂનુસ ખાન સિવાય કોટપુતલીથી મુકેશ ગોયલ અને બહરોડથી મોહિત યાદવને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કરૌલીથી ઓપી સૈની, કેકડીથી રાજેન્દ્ર વિનાયક, ડીડવાનાથી જિતેન્દ્ર સિંહ જોધાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખીંવસરથી રામચંદ્ર અને ખૈરવાડાથી નાનાલાલ આહરીને પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

8 ઉમેદવારોની યાદી જાહેર
અગાઉ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 માટે ભાજપે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરતા રવિવારે સાંજે 24 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં. ભાજપ રાજસ્થાનમાં સત્તા જાળવી રાખવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યું છે અને દરેક સમીકરણો ચકાશી રહ્યું છે જેથી કરીને કોંગ્રેસની સત્તામાં વાપસીની અપેક્ષાને ખતમ કરી શકાય.

ટિકિટોની વહેંચણી પર ઘમાસાણ
જ્યારે ટિકિટની વહેંચણીને લઈને ઘમાસાણ યથાવત છે અને રાજસ્થાન ભાજપના વિવાદિત નેતા જ્ઞાનદેવ આહૂજાની ટિકિટ પાર્ટીએ કાપી નાખી છે, જેને કારણે નારાજ આહૂજાએ પાર્ટીથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહિ તેમણે અપક્ષ તરીકે જ ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે. રાજસ્થાનમાં ભાજપે ટિકિટની વહેંચણીને લઈને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
