તમિલનાડુમાં અમિત શાહની ચૂંટણી રેલીમાં ઉમટી ભારે ભીડ, ગૃહમંત્રી બોલ્યા- 'માયલાપુર આજે ભગવામય બની ગયું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે તમિલનાડુમાં ભાજપના ચૂંટણી અભિયાનમાં જોશ ભર્યો હતો. ચેન્નાઈના મયલાપુરમાં એક ભવ્ય રોડ શો દરમિયાન તેમણે સત્તારૂઢ દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) પર તીખા પ્રહારો કર્યા અને રાજ્યમાં ભાજપની શક્યતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. શાહે મયલાપુરમાં ભાજપ ઉમેદવાર તમિલિશાઈ સુંદરાજનના સમર્થનમાં રોડ શો કર્યો.
આ જ મતવિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો ધ્વજ લહેરાવતા એકત્ર થયા. શાહે તમિલિશાઈ સાથે પ્રચાર વાહનમાંથી જનતાનું અભિવાદન કર્યું. તેમણે 'એક્સ' (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો શેર કરતા લખ્યું, "આજે મયલાપુર ભગવા રંગમાં રંગાઈ ગયું. સાઉથ ચેન્નઈમાં રોડ શો જુઓ."
દિવસની શરૂઆતમાં, શાહે મોદાકુરિચીમાં ભાજપના ઉમેદવાર કીર્તિકા શિવકુમાર માટે પણ પ્રચાર કર્યો હતો. તેમણે DMK સરકાર પર ભ્રષ્ટાચાર અને વંશવાદી રાજકારણનો આરોપ લગાવી કડક પ્રહાર કર્યાં. શાહે કહ્યું કે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનો મુખ્ય હેતુ તેમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને રાજકીય રીતે આગળ વધારવાનો છે.

વંશવાદી રાજકારણ પર પ્રહાર કરતાં શાહે સમર્થકોને સંબોધતા કહ્યું, "પહેલા કરુણાનિધિ, પછી સ્ટાલિન, અને હવે તેમનો દીકરો. આ પરિવારવાદ તમિલનાડુના લોકોનું ક્યારેય ભલું નહીં કરે." તેમણે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને પારદર્શક શાસન માટે એકમાત્ર વિશ્વસનીય વિકલ્પ ગણાવ્યો.
ગૃહમંત્રીએ વચન આપ્યું કે NDA સરકાર "DMKના ભ્રષ્ટાચારને સમાપ્ત કરશે." મોદાકુરિચીમાં તેમણે મતદારોને કીર્તિકા શિવકુમારને "પ્રચંડ વિજય" અપાવવા અપીલ કરી. શાહે કોંગ્રેસ-DMK ગઠબંધન પર પણ નિશાન સાધ્યું.
તેમનો આરોપ હતો કે બંને પક્ષોએ ઐતિહાસિક રીતે સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં અવરોધ ઊભો કર્યો છે અને તમિલનાડુ માટે બેઠકો વધારવાનો પણ ઇનકાર કર્યો છે. આ મુદ્દે અમિત શાહે દાવો કર્યો, "કોંગ્રેસ અને ડી.એમ.કે. એ મહિલાઓને સંસદમાં આવતા રોક્યા, અને તેમણે તમિલનાડુની બેઠક વૃદ્ધિનો પણ ઇનકાર કર્યો."
ગૃહમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની "તમિલનાડુ અને ભારતના મહિલાઓ માટે ન્યાય" પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવી. તેમણે ખાતરી આપી કે, "અમે નરેન્દ્ર મોદી વતી આશ્વાસન આપીએ છીએ કે અમે તમિલનાડુ અને ભારતના મહિલાઓ સાથે ન્યાય કરીશું અને કોંગ્રેસ-DMKની આ યોજનાને નિષ્ફળ બનાવીશું."
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું નિર્ધારિત છે. આ ચૂંટણી માટે મતગણતરી 4 મે, 2026ના રોજ હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
