છત્તીસગઢઃ CM ભૂપેશ બઘેલ બોલ્યા - બીજાપુર એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નથી, નક્સલ વિરોધી અભિયાન ચાલુ રહેશે
ખુફિયા વિભાગ પર ઉઠી રહેલા સવાલો પર CM ભૂપેશ બઘેલે કહ્યુ કે બીજાપુર-સુકમા એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નહોતી.
રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારો બીજાપુર અને સુકમા જિલ્લાની બૉર્ડર પર થયેલ અથડામણમાં 22 જવાન શહીદ થઈ ગયા છે જેમાંથી 17 જવાનોના શબ પોલિસે જપ્ત કર્યા છે. 31 અન્ય જવાન ઘાયલ થયા છે. આ આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી નક્સલી ઘટના હતી. આ સમગ્ર મામલે આસામથી રાયપુર પાછા આવ્યા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે જવાનોનુ મનોબળ ઉંચુ છે અને નક્સલ વિરોધી અભિયાન ચાલુ રહેશે. તેમણે ખુફિયા વિભાગ પર ઉઠી રહેલા સવાલો પર કહ્યુ કે બીજાપુર-સુકમા એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નહોતી. સીએમ બઘેલે કહ્યુ, 'આપણા જવાન લડાઈમાં શહીદ થઈ ગયા પરંતુ તેમણે હિંમતથી લડાઈ લડી. હું તેમને શહીદીને નમન કરુ છુ.' સીમે કહ્યુ કે માઓવાદી પોતાની અંતિમ લડાઈ લડી રહ્યા છે જલ્દી તેમને ખતમ કરી દેવામાં આવશે.

અમે નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અથડામણ જે જગ્યાએ થઈ છે, તેને નક્સલીઓનો ગઢ કહેવામાં આવે છે. અમે ત્યાં સુરક્ષાબળો દ્વારા કેમ્પ લગાવવાની યોજના બનાવી હતી. લગભગ 2000 સૈનિકોને એ વિસ્તારમાં શિબિર લગાવવા માટે મોકલવામાં આવ્યા હતા જે નક્સલીઓનો ગઢ છે. આ તેમના આંદોલનના પ્રતિબંધિત કરશે, આના કારણે માઓવાદીઓ અકળાયેલા છે. આ ક્યાંયથી પણ ખુફિયા નિષ્ફળતા નહોતી. અમે નિશ્ચિત રીતે ત્યાં ફરીથી કેમ્પ લગાવીશુ અને નક્સલ વિરોધી અભિયાન ચાલુ રાખીશુ.'

ભૂપેશ બઘેલે જણાવ્યુ નક્સલીઓને કેટલુ થયુ નુકશાન
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ, 'અમને એ અંગેની સૂચના મળી છે કે નક્સલી 4 ટ્રેક્ટરમાં ઘટના સ્થળથી મૃત અને ઘાયલ નક્સલીઓને ભરીને લઈ ગયા છે. આ વાતથી તમે અંદાજો લગાવી શકો છે કે સુરક્ષાબળોએ તેમને કેટલુ નુકશાન પહોંચાડ્યુ છે.' મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે નક્સલી હુમલામાં સૂચના તંત્રના નિષ્ફળ થવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યુ, 'આ પોલિસ શિબિર પર હુમલો નહોતો. અમે એ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. નક્સલી હવે 40 ગણા 40 વર્ગ કિલોમીટર વિસ્તારમાં સમેટાઈને રહી ગયા છે અને આ તેમની નિરાશાનુ કારણ છે. અમારુ આ અભિયાન અટકવાનુ નથી, શિબિર અને રસ્તાનુ નિર્માણ થતુ રહેશે. જવાનોનુ બલિદાન બેકાર નહિ જાય.'

CRPFએ પણ ખુફિયા વિભાગની નિષ્ફળતાનો કર્યો ઈનકાર
કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના મહાનિર્દેશક કુલદીપ સિંહ નક્સલી હુમલા બાદ સ્થિતિ પર નજર રાખવા માટે છત્તીસગઢમાં છે. કુલદીપ સિંહે કહ્યુ કે આ સમગ્ર ઑપરેશનમાં ખુફિયા વિભાગની બિલકુલ નિષ્ફળતા નહોતી. લગભગ 25-30 નક્સલીઓને પણ અમે મારી નાખ્યા છે. જો ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
