Bihar Survey 2025 : બિહારના મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ? નીતિશ કુમારના કેટલા ચાન્સ?
Bihar Survey 2025 : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025 માટેનો માહોલ ગરમાયો છે. ભલે હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજકીય પક્ષોએ પ્રચાર વેગવંતો બનાવ્યો છે.
તાજેતરના એક સર્વેના પરિણામો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો તરફ ઈશારો કરે છે. આ સર્વે અનુસાર, મુખ્યમંત્રી પદ માટે તેજસ્વી યાદવ લોકોની પહેલી પસંદ બની રહ્યા છે, જ્યારે પ્રશાંત કિશોર (પીકે) માટે આ પરિણામો ચિંતાજનક છે.

લેટેસ્ટ સર્વેના ચૌકાવનારા તારણો
- સર્વેમાં સામેલ 33.5% લોકોએ મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવને પસંદ કર્યા છે.
- નીતિશ કુમાર 24% સમર્થન સાથે બીજા ક્રમે છે.
- પ્રશાંત કિશોર 13.7% લોકોની પસંદગી સાથે ત્રીજા સ્થાને છે.
- ચિરાગ પાસવાનને 8.3% લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.
આ સર્વે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, પ્રશાંત કિશોર ભલે જન સુરાજ પદયાત્રા દ્વારા પરિવર્તનનો દાવો કરી રહ્યા હોય, પરંતુ બિહારની જનતા હજુ પણ તેમને મજબૂત અને વિશ્વસનીય વિકલ્પ માનતી નથી.
બીજી તરફ જેડીયુ માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે નીતિશ કુમાર હજુ પણ લોકોમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. આ સર્વે ભવિષ્યના રાજકીય પરિણામોનો માત્ર એક સંકેત છે.
ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવશે, તેમ-તેમ આ પરિણામોમાં ફેરફાર પણ જોવા મળી શકે છે. જો કે, હાલના તબક્કે તેજસ્વી યાદવ અને નીતિશ કુમારની લોકપ્રિયતા પ્રશાંત કિશોર કરતા ઘણી વધારે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
