Bihar Political Crisis: નીતિશ કુમારે ના ઉઠાવ્યો લાલુનો ફોન, ભાજપ સાથે મિલાવી શકે છે હાથ!
Bihar Political Crisis: બિહારમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે મુખ્ય મંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનમાંથી અલગ થઈને ભાજપમાં ફરી જોડાય તેવી શક્યતા છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે નીતિશ કુમારે આરજેડી સાથેના સંબંધો તોડીને ભાજપ સાથે સરકાર બનાવવાની અટકળો વચ્ચે લાલુ પ્રસાદ યાદવે સીએમ નીતિશને પાંચ વખત ફોન કર્યો. પરંતુ સીએમ નીતિશે એક પણ વાર જવાબ ન આપ્યો. આટલું જ નહીં, બેચેન લાલુ પ્રસાદે સીએમ નીતિશની લેન્ડલાઈન પર ફોન પણ કર્યો, પરંતુ સીએમ નીતિશે લાલુ સાથે વાત કરવાની ના પાડી.

નીતિશ કુમાર 28મી જાન્યુઆરીએ તેમના નવમાં કાર્યકાળ માટે ફરીથી મુખ્ય મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે, જ્યારે ભાજપના નેતા સુશીલ કુમાર નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે તેમ ઇન્ડિયા ટુડેના સૂત્રોએ જણાવ્યું હતું.
બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, વરિષ્ઠ નેતાઓ સુશીલ મોદી અને વિજય કુમાર સિંહા અને અમિત શાહ સહિત પાર્ટીના ટોચના અધિકારીઓ વચ્ચે દિલ્હીમાં થયેલી બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 28 જાન્યુઆરીએ બિહારમાં મોટો ખેલ થઈ શકે છે.
JDU ધારાસભ્ય ગોપાલ મંડલે આરોપ લગાવ્યો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનમાં "સન્માન" આપવામાં આવી રહ્યું નથી, જેમાં રાજદ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ સામેલ છે. ગોપાલ મંડલે એવો પણ દાવો કર્યો હતો કે નીતિશ કુમાર "પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ગઠબંધન બદલવા"ની યોજના બનાવી રહ્યા છે.
ગોપાલ મંડલે કહ્યું, "અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ (નીતિશ કુમાર) જ્યાં પણ જશે, અમે તેમનુ કહેવુ કરીશું. લોકો પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. તેમનું અસ્તિત્વ જોખમમાં હતું. તેમનું સન્માન નહોતું થયું, તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
