Bihar : નીતિશ કુમારના મંત્રીમંડળનો વિસ્તાર, બીજેપીના 12 સહિત 21 મંત્રીઓએ શપથ લીધા
એનડીએ ગઠબંધનમાં સામેલ થયેલા નીતિશ કુમારની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. નવા મંત્રીમંડળમાં 21 મંત્રીઓએ શપથ લીધા છે.
નીતિશ કુમાર સરકારના કેબિનેટ વિસ્તરણમાં કુલ 21 મંત્રીઓ શપથ લીધા છે.આ લિસ્ટમાં ભાજપના ક્વોટાના 12 અને જેડીયુના 9 મંત્રીઓએ શપથ લીધા. આમાં 6 પ્રથમ વખત મંત્રી બન્યા છે.

કેબિનેટ વિસ્તરણમાં JDU ક્વોટાના તમામ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. સંજય ઝાની જગ્યાએ માત્ર મહેશ્વર હજારી આવ્યા છે.
જણાવી દઈએ કે આરજેડી સાથે સંબંધો તોડ્યા બાદ 28 જાન્યુઆરીએ નીતિશે બે ડેપ્યુટી સીએમ સહિત 8 મંત્રીઓ સાથે સીએમ પદના શપથ લીધા હતા.
નીતિશ કુમાર કેબિનેટમાં ભાજપના ક્વોટામાંથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીએ શપથ લીધા હતા. આ પછી પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ શપથ લીધા. બીજેપી ક્વોટામાંથી નીરજ કુમાર બબલુએ મંત્રી તરીકે શપથ લીધા છે.
નીરજ કુમાર બિહાર સરકારના વન અને પર્યાવરણ મંત્રી રહી ચૂક્યા છે. રાજપૂત સમાજમાંથી આવે છે. શપથ લીધા બાદ નીરજ બબલુએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
JDU ક્વોટાના અશોક ચૌધરીએ મંત્રી તરીકે શપથ લીધા. અશોક ચૌધરી નીતિશ કુમારના નજીકના મિત્રોમાંથી એક છે. આ પછી લેશી સિંહે JDU ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. મદન સાહનીએ જેડીયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. નીતિશ મિશ્રાએ ભાજપના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. નીતિશ મિશ્રાએ મૈથિલી ભાષામાં શપથ લીધા.
નીતિન નવીને ભાજપના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. તેઓ અગાઉ માર્ગ નિર્માણ મંત્રી રહી ચૂક્યા છે. દિલીપ જયસ્વાલે ભાજપના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લીધા. આ પછી મહેશ્વર હજારીએ JDU ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા. હજારી જેડીયુના મજબૂત નેતા છે અને સમસ્તીપુરના કલ્યાણપુરથી ધારાસભ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
