Bihar election 2025 : બિહારમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચિત્ર સાફ, 121 બેઠકો પર 1314 ઉમેદવારો મેદાનમાં
Bihar election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે, અને ચૂંટણી પંચે અંતિમ આંકડા જાહેર કર્યા છે.
આ આંકડા મુજબ, પહેલા ચરણમાં 18 જિલ્લાની કુલ 121 વિધાનસભા બેઠકો પર 1,314 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ સાથે બિહારના રાજકીય જંગનો પ્રથમ પડાવ સ્પષ્ટ થઈ ગયો છે.

ચૂંટણી પંચ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, પ્રથમ તબક્કા માટે કુલ 1,690 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો ભર્યા હતા. આમાંથી ચકાસણી બાદ 1,375 ઉમેદવારી પત્રો માન્ય ગણાયા હતા, જ્યારે 315 ઉમેદવારોના પત્રો વિવિધ કારણોસર રદ કરવામાં આવ્યા હતા.
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબરની સાંજ સુધી હતી. આ સમયગાળા દરમિયાન 61 ઉમેદવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આ પછી અંતિમ રીતે 1,314 ઉમેદવારો જંગમાં રહ્યા છે.
પ્રથમ તબક્કા માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 10 ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી અને 17 ઓક્ટોબર સુધી ચાલી હતી. 20 ઓક્ટોબરના રોજ નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કો 6 નવેમ્બર 2025ના રોજ 121 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 11 નવેમ્બર 2025ના રોજ બાકીની 122 બેઠકો પર વોટિંગ કરાશે.
તમામ 243 બેઠકો માટે મતગણતરી (પરિણામ) એકસાથે 14 નવેમ્બર 2025 ના રોજ કરવામાં આવશે. તે જ દિવસે મોડી સાંજ સુધીમાં ચૂંટણી પરિણામો જાહેર થવાની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
