Bihar caste census : 13 વર્ષમાં મુસ્લિમોની સંખ્યામાં 55 લાખનો વધારો, જાણો હિન્દુઓની સંખ્યા કેટલી વધી?
નીતિશ કુમારે જાતિ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરીને મોટો રાજનીતિક દાવ ખેલ્યો છે. આ આંકડામાં વસ્તી વધારાને લઈને ઘણા નવા તથ્યો સામે આવ્યા છે. આંકડા અનુસાર, બિહારમાં મુસ્લિમોની વસ્તીમાં 55 લાખનો વધારો થયો છે.
બિહારમાં જાતિગત વસ્તી ગણતરીના ડેટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે ત્યારે એવા તથ્યો સામે આવ્યા છે જેને લઈને ચર્ચા થઈ રહી છે. બિહારમાં આ જાતિ વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા 13 વર્ષ બાદ સામે આવ્યા છે.

આ આંકડા અનુસાર, આ વર્ષોમાં રાજ્યની વસ્તીમાં આશરે 2.66 કરોડનો વધારો થયો છે. પરંતુ, મુસ્લિમો સિવાય અન્ય તમામ ધર્મોની વસ્તી પ્રમાણમાં ઘટી છે.
જાતિ ગણતરીના આંકડા અનુસાર, બિહારની કુલ વસ્તી હાલમાં 13,07,25,310 છે. જ્યારે 2011ની વસ્તી ગણતરીમાં રાજ્યની કુલ વસ્તી 10,40,99,452 હતી. પ આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મોની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ, તેનાથી વિપરીત મુસ્લિમ વસ્તી ઝડપથી વધી છે.
મુસ્લિમોની વસ્તીમાં 55 લાખનો વધારો
બિહારમાં હાલ રાજ્યની કુલ વસ્તીમાં મુસ્લિમોની વસ્તી 2,31,49,925 છે, જે કુલ વસ્તીના 17.70% છે. જો આપણે 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો બિહારમાં મુસ્લિમોની સંખ્યા માત્ર 16.87 ટકા અને 1.76 કરોડ હતી. આ રીતે માત્ર 13 વર્ષમાં તેમની વસ્તીમાં લગભગ 55 લાખનો વધારો થયો છે.
ખ્રિસ્તી વસ્તીમાં મોટો ઘટાડો
બીજી તરફ ખ્રિસ્તી ધર્મની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે. હાલમાં બિહારમાં ખ્રિસ્તીઓની વસ્તી માત્ર 75,238 છે, જે કુલ વસ્તીના 0.05% છે. જ્યારે 2011માં તેમની વસ્તી 1.29 લાખ અને 0.12 ટકા હતી.
શીખ, બૌદ્ધ, જૈન જેવા તમામ ધર્મોની વસ્તીમાં ઘટાડો
બિહારમાં હાલમાં 14,753 શીખ છે, જે કુલ વસ્તીના માત્ર 0.011 ટકા છે. જ્યારે 2011માં રાજ્યમાં શીખોની વસ્તી 0.02 ટકા હતી. બૌદ્ધ વસ્તીની પણ એવી જ હાલત છે. હવે રાજ્યમાં માત્ર 1,11,201 બૌદ્ધો બચ્યા છે. આ કુલ વસ્તીના માત્ર 0.0851 ટકા છે. 2011 માં રાજ્યની વસ્તીમાં તેમનો હિસ્સો પણ 0.02 ટકા હતો.
આજે બિહારમાં જૈન ધર્મના લોકોની વસ્તી માત્ર 12,523 છે, જે રાજ્યની કુલ વસ્તીના માત્ર 0.0096 ટકા છે. 2011 માં રાજ્યની વસ્તીમાં તેમનો હિસ્સો 0.02 ટકા હતો. બૌદ્ધ અને જૈન ધર્મનું બિહાર સાથે ખૂબ જ અતૂટ જોડાણ છે. આવી સ્થિતિમાં તેમની વસ્તીમાં ઘટાડો સરકારો માટે ચિંતાનો વિષય છે.
બિહારમાં હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે
આપણે હિન્દુઓની વસ્તી વિશે વાત કરીએ તો આજે પણ બિહારમાં હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે. જાતિ વસ્તી ગણતરીના આંકડા અનુસાર, રાજ્યમાં હવે 10,71,92,958 હિંદુઓ છે. જે કુલ વસ્તીના 81.99 ટકા છે. જ્યારે આપણે છેલ્લી બે વસ્તી ગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો, બિહારમાં હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે.
2011ની વસ્તી ગણતરી મુજબ, બિહારમાં હિંદુઓની વસ્તી 82.69 ટકા હતી. જ્યારે 2001ની વસ્તી ગણતરીમાં બિહારમાં 83.3 ટકા હિંદુઓ હતા. આ રીત બિહારની દરેક વસ્તી ગણતરીમાં હિંદુઓની વસ્તીમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ જારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
