બિહાર BJPએ પટના રેલી માટે 30,000 NaMo કુર્તા ઓર્ડર કર્યા
પટના, 9 ઓક્ટોબર : ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી નીતિશ કુમારના ગઢ બિહારની રાજધાની પટનામાં 27 ઓકટોબરે યોજાનારી નરેન્દ્ર મોદીની હુંકાર રેલી માટે જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ રેલી માટે 30,000 ખાસ નમો કુર્તા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કુર્તાની ખાસિયત એ છે કે તેમાં એક તરફ કમળ બન્યું છે અને બીજી તરફ લખ્યું છે નમોમંત્ર.
બીજેપીના સ્પેશિયલ નમો બ્રાન્ડેડ કુર્તા બનાવવા માટે સુરતના એક હોલસેલ કાપડના વેપારીને ઓર્ડર મળ્યો છે. આ કુર્તાને મુસ્લિમ દરજીઓ સીવી રહ્યા છે. આ કુર્તા જોવામાં મુસ્લિમ લોકો પહેરે તેવા જ કુર્તા હશે. કફની પ્રકારના આ કુર્તા લાંબા હશે.

અ કુર્તાના કોલરમાં પણ નમો મંત્ર લખેલું હશે. આગળના ભાગ પર એક તરફ કમળ અને બીજી તરફ હિન્દીમાં નમો અને ઇંગ્લીશમાં મંત્ર લખેલું છે. આ ખાસ કુર્તા વાઈટ અને ક્રીમ શેડમાં છે. બીજેપી તેમાંથી 5,000 કુર્તા સુરતના ગરબા ડાન્સર્સને પણ આપશે.
આ સંપૂર્ણ કામની દેખરેખ સુરત નવસારીથી બીજેપીના એમપી ચંદ્રકાંત રધુનાથ પાટીલ ખુદ કરી રહ્યા છે. સુરતના જ એક સાડી બનાવનાર નરેન્દ્ર મોદી માટે વપરાયેલા નામ નમોના લેબલ વાળી સાડીઓ તૈયાર કરી રહ્યા છે, જેને સાઉથ ઇન્ડિયા મોકલવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
