Bihar Assembly Election 2025 : બિહારમાં સીટ શેરિંગને લઈને મહાગઠબંધનમાં કોકડું ક્યાં ગુચવાયુ?
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો માહોલ જામી રહ્યો છે અને ટૂંક સમયમાં જ તારીખોની જાહેરાત થઈ શકે છે.
બીજી તરફ વિપક્ષી મહાગઠબંધન માટે બેઠકોની વહેંચણી હજુ પણ એક મોટો પડકાર બની રહી છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD), કૉંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય સાથી પક્ષો વચ્ચે બેઠકોના ગણિતમાં ગૂંચવાડો એટલો વધી ગયો છે કે દશેરા સુધીમાં પણ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

આ વખતે મહાગઠબંધનમાં ડાબેરી પક્ષોએ (લેફ્ટ) પોતાની દાવેદારી મજબૂત કરી છે. ભાકપા માલે (CPI(ML)), ભાકપા (CPI), અને માકપા (CPI(M)) જેવા પક્ષો કુલ 75 બેઠકો પર દાવો કરી રહ્યા છે. સૂત્રો અનુસાર, માલેએ 40, CPIએ 24 અને CPI(M)એ 11 બેઠકોની યાદી સીધી તેજસ્વી યાદવને સોંપી છે.
2020ની ચૂંટણીમાં ડાબેરી પક્ષોએ 29 બેઠકો પર લડીને 16 બેઠકો જીતી હતી, જે તેમની શક્તિ દર્શાવે છે. આ વખતે તેમની વ્યૂહરચના છે કે વધુમાં વધુ જિલ્લાઓમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવી.
CPI(ML)ના મહાસચિવ દીપંકર ભટ્ટાચાર્યએ સ્પષ્ટ કહ્યું છે કે તેમનો પક્ષ ઓછામાં ઓછી 40 બેઠકો પર લડવાની તૈયારી કરી રહ્યો છે.
આ તરફ કૉંગ્રેસે પણ 76 બેઠકો પર પોતાની દાવેદારી રજૂ કરી છે અને ઉમેદવારોના નામ પણ આરજેડીને સોંપી દીધા છે. કૉંગ્રેસની આ માંગણીથી સ્પષ્ટ થાય છે કે તે બેઠકોની વહેંચણીમાં પોતાનું વજન વધારવા માંગે છે.
બીજી બાજુ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)એ પણ 60 બેઠકો પર દાવો કર્યો છે, જો કે તેમણે હજુ સુધી બધી બેઠકોના ઉમેદવારોના નામ આપ્યા નથી. આમ છતાં આ પક્ષ મહાગઠબંધનમાં પોતાની મજબૂત ભાગીદારી ઈચ્છે છે.
મહાગઠબંધનમાં સૌથી મોટો મતભેદ તે 9 બેઠકો પર છે, જ્યાં પરંપરાગત રીતે ડાબેરી પક્ષો ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે આ જ બેઠકો પર કૉંગ્રેસ અને આરજેડીએ પણ દાવો કર્યો છે.
આ બેઠકોમાં બેગુસરાયની બછવારા અને બખરી, મધુબનીની હરલાખી, ઝંઝારપુર, પૂર્ણિયાની રૂપોલી, સીતામઢીની વિભૂતિપુર, બેગુસરાયની મટિહાની, મુઝફ્ફરપુરની ઔરાઈ અને પટનાની દીઘા જેવી બેઠકોનો સમાવેશ થાય છે.
આ વખતે મહાગઠબંધન માત્ર બેઠકો જ નહીં પરંતુ ઉમેદવારોના નામ પણ વહેલી તકે નક્કી કરવા માંગે છે, જેથી ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ એકતા અને મજબૂતીનો સંદેશો આપી શકાય. જો કોઈ બેઠક પર બે કે તેથી વધુ પક્ષોનો દાવો હશે, તો અંતિમ નિર્ણય ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
