બિહારમાં મહાગઠબંધન જીત તરફ, મોદીનો વિજયરથ અટક્યો
બિહારમાં આગામી 5 વર્ષ માટે સત્તાની ખુરશી પર કોણ બિરાજમાન થશે તેનો નિર્ણય બસ થોડા જ કલાકોમાં થઇ જશે. પરંતુ સવારે 8 કલાકથી 38 જિલ્લાના મતગણતરી કેન્દ્રો પર કુલ 243 વિધાનસભા બેઠકો માટે જે મતગણતરી ચાલી રહી છે, તેના જે ટ્રેન્ડ્સ આવી રહ્યાં છે, તેના પરથી પ્રજાના મૂડનો ખ્યાલ આવી રહ્યો છે. મતગણતરીના શરૂઆતના તબક્કામાં ભાજપ આગળ હતુ, પરંતુ ત્યારબાદ ધીમેધીમે JDU મહાગઠબંધનની સરકાર બને તેવા ટ્રેન્ડ્સ મળી રહ્યાં છે.
પરિણામોના ટ્રેન્ડ્સ જેવી રીતે આવી રહ્યાં છે, ભાજપ માટે મોટા આઘાત સમાન છે. કારણ કે વર્ષ 2014ની લોકસભા જીતથી ભાજપનો વિજયરથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અવિરત આગળ વધી રહ્યો હતો. જોકે વચ્ચે વચ્ચે કાશ્મીર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપે ગઠબંધન વાળી સરકાર બનાવવી પડી, પરંતુ બિહારમાં ભાજપ પરાસ્ત થતુ નજરે પડી રહ્યું છે. એટલે કે બિહારમાં ફરી એકવખત સ્થાનિક પક્ષની જીત થશે તે નિશ્ચિત થઇ રહ્યું છે.

તમને જણાવી દઇએ કે બિહારના પોલીટીકલ ઇતિહાસમાં ભાજપ એકલા હાથે સરકાર નથી બનાવી શક્યું. તો બિહાર વિધાનસભા ચૂંટણી 2015માં JDU અને મહાગઠબંધનની જીત નિશ્ચિત દેખાઇ રહી છે.
જે પ્રમાણે ટ્રેન્ડ્સ આવી રહ્યાં છે, JDU અને RJDના નેતાઓમાં પણ ખુશીનો માહોલ છવાઇ ગયો છે. JDU અને RJDના નેતાઓએ પરિણામોના ટ્રેન્ડ્સને લઇને ઠેરઠેર ફટાકડા ફોડી, મિઠાઇઓ વહેંચી, ઢોલનાગરા વગાડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તો મહાગઠબંધનના નેતાઓએ આ જીતને જનતાની જીત ગણાવી છે.
બિહારમાં ભલે કોંગ્રેસ કંઇ ખાસ ન કરી શકી હોય પણ તથ્ય તો એ છેકે ભાજપનો વિજયરથ અટકવાથી કોંગ્રેસ છાવણીમાં પણ ઉત્સાહનો માહોલ છે.
બિહારમાં જે રીતે મહાગઠબંધનની સરકાર રચાવા જઇ રહી છે, ભાજપ માટે કેન્દ્રમાં સત્તા સંભાળ્યાના બે વર્ષમાં ફરી એકવખત આત્મમંથન કરવાની જરૂર વર્તાઇ રહી છે. જીહા, બિહારના પરિણામો પ્રજાનો મૂડ બદલાઇ રહ્યો છે, તેમ સુચવી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
