Lucknow-Agra Expressway પર ભીષણ માર્ગ અકસ્માત, ડબલ ડેકર બસના ફૂરચા ઉડ્યા, 18ના મોત, 30 ઘાયલ
Lucknow-Agra Expressway Accident: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક હ્રદયદ્વાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. ટક્કર એટલી ગંભીર હતી કે બસ ઘણી વખત પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 18 મુસાફરોના મોત થયા છે જ્યારે 30 વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ બસ બિહારના સીતામઢીથી દિલ્હી આવી રહી હતી. સવારે લગભગ 4.30 વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી ત્યારે ગડા ગામ પાસે એક ઝડપી દૂધના ટેન્કરે બસને ઓવરટેક કર્યો, જે દરમિયાન અકસ્માત થયો. આ અકસ્માતમાં બસ ધરાશાયી થઈ ગઈ હતી.

અકસ્માત બાદ આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાહદારીઓએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા.
હોસ્પિટલમાં 18 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
દુર્ઘટના બાદ ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ કહ્યું કે આ એક ખાનગી બસ હતી જે બિહારના મોતિહારીથી આવી રહી હતી, તે સવારે લગભગ 5.15 વાગે દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. કેસની તપાસ ચાલી રહી છે. એવું લાગે છે કે બસ ખૂબ જ ઝડપે મુસાફરી કરી રહી હતી. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ઉન્નાવ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
