ઉમર ખાલિદને મોટી રાહત, બહેનના લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા
ઉમર ખાલિદ દિલ્હી દંગાના કેસમાં જેલમાં છે. તેના પર છડયંત્રનો આરોપ છે. ઉમર ખાલિદનું નામ જેએનયુ વિવાદમાં પણ સામે આવ્યુ હતું.
દિલ્હી દંગામાં આરોપી ઉમર ખાલિદને કોર્ટે મોટી રાહત આપી છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, ઉમર ખાલિદને તેની પહેનના લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટે ઉમર ખાલિદને 23થી 30 ડિસેમ્બર સુધીના જામીન આપ્યા છે.

મળતી વિગતો અનુસાર, ઉમર ખાલિદે તેની બહેનના લગ્ન માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી. હવે કોર્ટે તેની અરજી ધ્યાને રાખીને વચગાળાના જામીન આપ્યા છે. જામીન મળતા ઉમર ખાલિદ 23થી 30 ડિસેમ્બર માટે જેલમાંથી બહાર આવશે અને બહેનના લગ્ન બાદ 30 ડિસેમ્બરે સરેન્ડર કરવાનું રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, ઉમર ખાલિદ 2020 દિલ્હી દંગામાં આરોપી છે. તેના પર છડયંત્ર કરવાનો આરોપ છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, ફેબ્રુઆરી 2020માં ઉત્તર અને પુર્વ દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધ દરમિયાન હિંસા થઈ હતી. આ હિંસા સાંપ્રદાયિક થઈ જતા 53 લોકોના મોત થયા હતા અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉમર ખાલિદ જેએનયુ વિવાદમાં પણ સામેલ હતો. અહીં દેશવિરોધી નારેબાજીને લઈને પણ તે વિવાદમાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
