ગત છ વર્ષમાં છત્તીસગઢમાં થયેલા મોટા નક્સલી હુમલા
રાયપુર, 26 મેઃ છત્તીસગઢ જગદલપુરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં અંદાજે 200 નક્સલીઓએ હુમલો કરી સલવા જુડૂમના સંસ્થાપક અને કોંગ્રેસી નેતા મહેન્દ્ર કર્મા અને પૂર્વ વિધાયક ઉદય મુદલિયાર સહિત 27 લોકોની હત્યા કરી દીધી. આ હુમલામાં પૂર્વ મંત્રી વિદ્યા ચરણ શુક્લને પણ ગોળીઓ લાગી છે, જેમને મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજૂક બનાવવામાં આવી છે.
આ હુમલાએ આખા દેશને વિચારવા માટે મજબૂર કરી દીધો છે કે ક્યારે રોકાશે આવી ઘટનાઓ અને ક્યારે ખતમ થશે નક્સલવાદ. જો મોટા હુમલાની વાત કરીએ તો દંતેવાડા નક્સલી હુમલા બાદ આ સૌથી મોટો હુમલો છે. આ હુમલામાં નક્સલીઓએ એક-એક કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓ પર ચાલીસ-ચાલીસ ગોળીઓ ચલાવી. આ વારદાતને જોતા આગામી વિધાનસભા ચૂંટણી સુધી આવી અન્ય હુમલા થવાની આશંકા વધી ગઇ છે.
આ હુમલાને જોઇને મુખ્યમંત્રી રમણ સિંહે પોતાની વિકાસયાત્રા રોકી દીધી છે. હુમલા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ પટેલ લાપતા હતા, જેમના મૃતદેહ રવિવારે સવારે ઘટના સ્થળેથી થોડેક દૂર મળી આવ્યા. ઘટનાસ્થળેથી મૃતદેહો કાઢવાનું કામ જારી છે, તેથી મૃતકોની સંખ્યા વધી શકે છે. આ હુમલામાં ઘણા સુરક્ષાકર્મી પણ માર્યા ગયા છે.
હુમલા બાદ છત્તીસગઢ પોલીસે સીઆરપીએફની સાથે મળી નક્સલીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ મહાનિદેશક રામનિવાસે જણાવ્યું કે હજુ સુધી 37ની મોત અને 32 ઇજાગ્રસ્ત થયા છે. આ વિસ્તારમાં ભારે વરસાદ આવી રહ્યો છે, જેના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ગત છ વર્ષમાં થયેલા મોટા નક્સલી હુમલા

2007થી 2008
17 જુલાઇ 2007- અંદાજે 800 હથિયારબંધ નક્સલીઓએ દંતેવાડામાં હુમલો કર્યો. 25 મર્યા, 32 ઇજાગ્રસ્ત થયા અને 250 લોકો લાપતા છે.
માર્ચ 2008 - સાંસદ બલીરામ કશ્યમના કાફિલા પર હુમલો.માર્ચ 2008- વનમંત્રી વિક્રમ ઉસેન્ડીના કાફિલા પર હુમલો.

2009થી 2010
જુલાઇ 2009- રાજનંદગાંવમાં બારુદી સુરંગ વિસ્ફોટ, 28 મર્યા.
26 સપ્ટેમ્બર 2009
ભાજપ સાંસદ બલિરામ કશ્યપની જગદલપુરમાં હત્યા.
એપ્રિલ 2010
માઓવાદીઓએ 73 સીઆરપીએફ જવાનોની હત્યા કરી દીધી.

2010થી 2011
17 મે 2010
નક્સલી વિસ્ફોટમાં 14 વિશેષ પોલીસ અધિકારી સહિત 35 લોકો માર્યા ગયા.
ઓક્ટોબોર 2011
વિધાયક ડમરુઘર પુજારીના નિવાસ પર હુમલો.
જુલાઇ 2011
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર પટેલના કાફિલા પર હુમલો.

2011થી 2012
ઓક્ટોબર 2011
બસ્તરમાં છ સુરક્ષાકર્મીઓની હત્યા.
જુલાઇ 2011
દંતેવાડામાં 10 પોલીસકર્મીઓની હત્યા
ઓગસ્ટ 2011
નક્સલી હુમલામાં 11 પોલીસકર્મી માર્યા ગયા
જાન્યુઆરી 2012
વિધાયક ભીમા મંડાવીના કાફિલા પર હુમલો

2012થી 2013
માર્ચ 2012
મહિલા બાળ વિકાસ મંત્રી લતા ઉસેંડીના બંગલા પર હુમલો
એપ્રિલ 2012
સંસદીય સચિવ મહેશ ગાગડાના કાફિલા પર હુમલો
નવેમ્બર 2012
પુર્વ નેતા પ્રતિપક્ષ મહેન્દ્ર કર્માના બુલેટપ્રુફ વાહન પર હુમલો
12 મે 2013
સુકમામાં દુરદર્શન કેન્દ્ર પર હુમલો. ચાર જવાન શહિદ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
