BHUના વૈજ્ઞાનિકનો દાવો, આવતા 3 મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર પરંતુ નહિ હશે ઓછી ઘાતક
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય(BHU)ના પ્રોફેસરે દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેર આવતા ત્રણ મહિનાાં ગમે ત્યારે આવી શકે છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનુ જોખમ સતત મંડરાઈ રહ્યુ છે એક્સપર્ટ હવે ત્રીજી લહેર આવવાની વાત સપ્ટેમ્બરના મહિનામાં કહી રહ્યા છે પરંતુ આ દરમિયાન બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય(BHU)ના પ્રોફેસરે દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેર આવતા ત્રણ મહિનાાં ગમે ત્યારે આવી શકે છે. જો કે તેમણે એ જરૂર કહ્યુ કે ત્રીજી લહેર એટલી ઘાતક નહિ હોય.

ત્રીજી લહેરમાં બાળકો હશે વધુ સંક્રમિત
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જીવ વિજ્ઞાનના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેર ગઈ લહેરની સરખામણીમાં ઓછી ઘાતક હશે. સાથે જ આ લહેર એ લોકોને વધુ પ્રભાવિત નહિ કરે જે વેક્સીન લઈ ચૂક્યા છે અથવા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જો કે જ્ઞાનેશ્વર ચૌબેએ એ જરુર કહ્યુ કે ત્રીજી લહેરમાં બાળકો સલામત નહિ હોય, તેમના પર સંક્રમણનુ જોખમ સૌથી વધુ છે. ચૌબેએ કહ્યુ કે બાળકો કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંરક્ષિત સમૂહ અંતર્ગત આવશે.
ત્રીજી લહેર સામે વેક્સીનેશન સૌથી મોટુ હથિયાર
પ્રોફેસર ચૌબેએ કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે વેક્સીનેશન સૌથી મોટુ હથિયાર છે. તેમણે કહ્યુ, 'દર ત્રણ મહિને એંટીબૉડીનુ સ્તર ઘટે છે માટે ત્રીજી લહેરની સંભાવના છે. જો આવતા ત્રણ મહિનામાં એંટીબૉડીનુ સ્તર ઘટે તો ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ રસીકરણ અભિયાનથી વાયરસ સામે લડાઈમાં મદદ મળશે. જો આપણી રોગ પ્રતિકારક ક્ષમતા 70 ટકાથી વધુ હોય તો તે સમૂહ પર કોવિડ-19નો પ્રભાવ ઓછો થશે અને ધીમે-ધીમે તેની આવૃત્તિ ઘટવા લાગશે. આપણે એ જ જોવાનુ છે.'
મૃત્યુ દર પર કાબુ મેળવવો જ કોરોનાથી જીત
ચૌબેએ આગળ કહ્યુ કે વાયરસને રોકી ન શકાય પરંતુ મૃત્યુદરને ઘટાડી શકાય છે. તેમણે કહ્યુ કે, 'સમયે-સમયે કોરોના ચરમ પર હશે પરંતુ પછી ઘટી જશે. એક વાર એંટીબૉડીનુ સ્તર ઘટી જવા પર કોવિડ-19ની સંભાવના વધી જશે. તેમ છતાં સંરક્ષિત સમૂહના લોકો માટે, મૃત્યુદર ઘણો ઓછો છે.' તેમણે કહ્યુ કે મૃત્યુ દરને ઓછો રાખવો જ કોરોના સામે જીત છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,404 નવા કેસ સામે આવ્યા છે અને 339 લોકોના મોત થયા છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં નવા કોવિડ-19 કેસોમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
