પોતાની ગર્લફ્રેન્ડની કબર પર જ અન્ય યુવતીઓ સાથે બાંધતો સંબંધ
સાઇકોપેથ કિલર ઉદયનને 12 છોકરીઓ સાથે સંબંધ હતો. તે રાતે કાલગર્લ બોલાવી પોતાની પ્રેમિકાની કબર પર રાતો ગાળતો. સોશિયલ સાઇટ પર તેના 100થી વધુ એકાઉન્ટ્સ હતા.
મધ્ય પ્રદેશ ના ભોપાલ માં પોતાની લિવ ઇન પાર્ટનર આકાંક્ષા અને રાયપુરમાં પોતાના માં-બાપની હત્યા કરી તેમના શબને દાટી દેનાર સિરિયલ કિલર ઉદયન દાસના અંગત જીવન અંગે નવા ખુલાસા થયા છે. પોલીસે તેની પૂછપરછ કરતાં ખબર પડી છે કે, આકાંક્ષા સિવાય પણ તેની 11 ગર્લફ્રેન્ડ હતી. તપાસ કર્યા બાદ પોલીસે એ પણ દાવો કર્યો છે કે, સોશિયલ સાઇટ્સ પર આ સાઇકોપેથ કિલરના 100થી વધુ એકાઉન્ટ છે. પોલીસ અનુસાર તે યુવતીઓને ફસાવવા માટે આ સોશિયલ સાઇટ એકાઉન્ટ્સનો ઉપયોગ કરતો હતો.
આ બધામાં એક એવી વાત સામે આવી છે, જે સૌથી વધુ વિચિત્ર છે. ઉદયન દાસ કોલગર્લ બોલાવી પોતાની ગર્લફ્રેન્ડ આકાંક્ષાની કબર પર રાતો પસાર કરતો હતો. ઉલ્લેખનીય છે કે, વેસ્ટ બંગાળના બાંકુરાથી લાવવામાં આવેલા ઉદયન દાસને બાંકુરાની જિલ્લા અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી અદાલતે તેને 8 દિવસ માટે પોલીસ રિમાન્ડમાં રાખવાનો આદેશ આપ્યો છે.

ગર્લફ્રેન્ડની કબર પર રાતો પસાર કરતો હતો
પોલીસ અનુસાર આકાંક્ષાની હત્યા કર્યા બાદ ઉદયન ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તે આત્મહત્યા કરવા માંગતો હતો. તે રોજ દારૂ પીને આત્મહત્યા માટે હિંમત કરતો, આમ છતાં ક્યારેય કરી ના શક્યો. પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, તે કોલગર્લ હાયર કરતો હતો અને તેની સાથે આકાંક્ષાની કબર પર જ રાત વિતાવતો. ઉદયને તેની ગર્લફ્રેન્ડ આકાંક્ષાની હત્યા કરી તેને પોતાના ઘરમાં જ દાટી દીધી હતી અને તેની પર ચબૂતરો બનાવી તેની પર જ સૂતો હતો. સૂતા પહેલાં તે કબર પર સુગંધિત પરફ્યુમ છાંટતો હતો.

અઢી હજાર અંગ્રેજી ફિલ્મોની સીડી મળી
આરોપી ઉદયન દાસ પાસેથી પોલીસે અંગ્રેજી ફિલ્મોની 2500 સીડી કબજે કરી છે. તે મોટેભાગે અંગ્રેજી ફિલ્મો જ જોતો હતો. પોલીસને તેની સાથેની પૂછપરછમાં ખબર પડી કે તેને આકાંક્ષાની હત્યા કરવાનો આઇડિયા પણ અમેરિકન ફિલ્મ જોઇને જ આવ્યો હતો.

ફેસબૂક પર 100 ફેક એકાઉન્ટ
ઉદયન યુવતીઓને ફસાવવા માટે પોતાના ફેસબૂક એકાઉન્ટનો ઉપયોગ કરતો. તેના ફેસબૂક પર એક કે બે નહીં, પરંતુ કુલ 110 ફેક એકાઉન્ટ હતા. તે મોટે ભાગે રયાન, કરણ ગ્રોવર, રાજીવ અને અંજલિ જેવા નામોથી આ એકાઉન્ટ્સ ઓપરેટ કરતો, આ એકાઉન્ટ્સ થકી જ તે છોકરીઓ સાથે મિત્રતા કરતો. આકાંક્ષા સાથે પણ તેની મૈત્રી ફેસબૂક દ્વારા જ થઇ હતી.

ઉદયનનો કોઇ સાચો મિત્ર નહોતો
ઉદયન દાસે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, નાનપણમાં તેના મિત્રો હંમેશા તેને હેરાન કરતા. તેની પૂછપરછ કરી રહેલી પોલીસ ટીમના એક સભ્યનું માનવું છે કે, તેના માનસિક રોગનું એક કારણ આ પણ હોઇ શકે છે. ઉદયને પોલીસને જણાવ્યું કે, જીવનમાં તેનો કોઇ 'સાચો મિત્ર' નથી અને તેના ઘણા 'આભાસી' મિત્રો પણ છે.

અહીં વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
